fbpx

વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર, શોખ ચોરી… આખરે પકડાયો ‘માસ્ક મેન’?

Spread the love

વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર, શોખ ચોરી... આખરે પકડાયો 'માસ્ક મેન'?

આ કહાની એક ચોરની, જે મોંઘા બ્રાન્ડેડ કપડાં પહેરીને રસ્તાઓ પર નીકળતો અને સૂમસામ ઘરોમાં ચોરી કરતો. ત્યારબાદ તે વૈભવી જીવન જીવતો. તે ખૂબ પાર્ટી કરતો અને BMW કારમાં ફરતો. દરેક ઘટનાને અંજામ આપવા તે એકલો જ જતો, ચહેરા પર માસ્ક અને હાથમાં મોજા પહેરતો. આ ચોરે વિશાખાપટ્ટનમમાં 26 ચોરીઓ કરી હતી. જોકે, પોલીસે તેની ધરપકડ કરી છે.

હૈદરાબાદની એક IT કંપનીમાં નોકરી કરતો સૉફ્ટવેર એન્જિનિયર મહેશ ઉર્ફ સન્નીને વિશાખ્સાપટ્ટનમ પીલીસે ચોરીના આરોપમાં ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ શહેરના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં 26 ચોરીઓ કરી હતી. ગુનાઓ દરમિયાન તે ઘણીવાર માસ્ક અને મોજા પહેરીને એકલો જતો હતો, એટલે પોલીસે તેને ‘માસ્ક ચોર’ નામ આપ્યું હતું.

પોસ્ટ ગ્રેજ્યુએશન બાદ, મહેશ રેડ્ડીને હૈદરાબાદમાં એક IT કંપનીમાં નોકરી મળી હતી. પોલીસનું કહેવું છે કે સારા પગાર હોવા છતા, તે કથિત રીતે વૈભવી જીવન જીવવાનો આદિ બની ગયો હતો. જેના કારણે તે ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો. હૈદરાબાદમાં રહેતા સમયે-સમય પર, વિશાખાપટ્ટનમ આવતો, સૂમસામ ઘરોને નિશાન બનાવતો અને પછી પાછો જતો રહેતો હતો.

theft1

ગયા વર્ષે ઓક્ટોબરમાં ગાજુવાકા પોલીસ સ્ટેશન હદ હેઠળના જોગીવાની પાલેમમાં થયેલી ચોરીની તપાસ દરમિયાન આ ઘટના બની હતી. ફરિયાદી શિવરામકૃષ્ણ એક કાર્યક્રમ માટે તેના પરિવાર સાથે શહેરની બહાર ગયો હતો. તપાસ દરમિયાન, તેના ઘરમાંથી આશરે 17 તોલા સોનું અને 30 તોલા ચાંદીની ચોરી થઈ હતી. તપાસ દરમિયાન, પોલીસે CCTV ફૂટેજમાં શંકાસ્પદ ગતિવિધિઓ નજરે પડી, પરંતુ આરોપીનો ચહેરો ઢંકાયેલો હતો, જેના કારણે ઓળખ કરવી મુશ્કેલ બની ગઈ હતી. લગભગ ચાર મહિનાની તપાસ બાદ, પોલીસે મહેશ રેડ્ડીની ધરપકડ કરી.

પૂછપરછમાં આરોપીની 26 કેસોમાં સંડોવણી બહાર આવી. ગાજુવાકા ઉપરાંત, તે અરિલોવા, મલકાપુરમ, પેંદૂર્થી અને દુવવાડા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં નોંધાયેલી ચોરીઓમાં પણ સંડોવાયેલો હતો. પોલીસના જણાવ્યા મુજબ, આરોપીએ ચોરાયેલા પૈસાથી BMW કાર ખરીદી હતી અને તેના મિત્રો માટે પાર્ટીઓ પણ આપી હતી.

theft

પોલીસે આરોપીના કબજામાંથી 699 ગ્રામ સોનું અને 3.805 કિલોગ્રામ ચાંદી જપ્ત કરી છે. સાથે ચોરીના પૈસાથી ખરીદેલી BMW કાર અને ગુનામાં ઉપયોગ થયેલું સ્કૂટર પણ જપ્ત કરવામાં આવ્યું છે. લોખંડનું રોડ, હથોડા, સ્ક્રૂડ્રાઇવર, કટર, ડ્રીલ, માસ્ક અને મોજા જેવા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે.

પોલીસ રેકોર્ડ મુજબ, આરોપી કિશોરાવસ્થાથી જ ગુનાહિત ગતિવિધિઓમાં સામેલ છે અને તેના પર કુલ મળીને 60 થી વધુ ચોરીઓના કેસ નોંધાયેલા છે. તે અગાઉ પણ જેલની સજા ભોગવી ચૂક્યો છે. પોલીસ હાલમાં તેની પૂછપરછ કરી રહી છે.

error: Content is protected !!