fbpx

રાહુલ ગાંધીના ‘દેશ વેચવાના’ આરોપ પર વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવશે કિરેન રિજિજૂ

Spread the love

રાહુલ ગાંધીના ‘દેશ વેચવાના’ આરોપ પર વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવશે કિરેન રિજિજૂ

બુધવારે સંસદનું બજેટ સત્રમાં એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભારતના હિતોને વેચવાનો આરોપ લગાવ્યો હતો. આ આકરા હુમલાના જવાબમાં, સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ રાહુલ ગાંધી સામે વિશેષાધિકાર હનનની નોટિસ દાખલ કરવાની જાહેરાત કરી છે.

rahul gandhi

બજેટ પર ચર્ચા દરમિયાન, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકારની વિદેશ અને આર્થિક નીતિઓ પર હુમલો કર્યો. રાહુલે આરોપ લગાવ્યો કે અમેરિકા સાથેની ટ્રેડ ડીલમાં ભારતના હિતો સાથે સમજૂતી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે, ‘જો INDIA ગઠબંધન સરકાર હોત, તો અમે બરાબરી પર વાત કરતા. અમે અમેરિકન રાષ્ટ્રપતિને કહેતા કે અમે તમારા નોકર નથી.’

તેમણે દાવો કર્યો હતો કે, અમેરિકા હવે નક્કી કરી રહ્યું છે કે ભારત કોની પાસેથી તેલ ખરીદશે. રાહુલ ગાંધીના મતે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે આ નિર્ણય લઈ રહ્યા નથી. સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે વર્તમાન નીતિઓએ ભારતીય ખેડૂતોને કચડવાનો માર્ગ ખોલી દીધો છે.

રાહુલ ગાંધીના ભાષણ બાદ તરત જ મીડિયા સાથે વાત કરતા કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુએ આ આરોપોને પાયાવિહોણા અને બિનસંસદીય ગણાવ્યા. રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધી કોઈ પુરાવા કે પૂર્વ નોટિસ વિના ગંભીર આરોપો લગાવી રહ્યા છે.

kiren rijiju

રિજિજૂએ કહ્યું હતું કે, ‘રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે કોઈએ ભારત વેચી દીધું છે. કોઈ ભારતને ખરીદવા કે વેચવાનું વિચારી પણ નહીં શકે. આ વિશેષાધિકાર હનનનું ગંભીર ઉલ્લંઘન છે. એટલે, હું સ્પીકર સમક્ષ જરૂરી નોટિસ દાખલ કરવાનો માંગુ છું. કિરેન રિજિજૂએ એમ પણ કહ્યું કે, તેમણે વડાપ્રધાન અને મંત્રી હરદીપ સિંહ પુરી વિરુદ્ધ જે પણ જૂઠાણું બોલ્યું છે તેને ગૃહની કાર્યવાહીમાંથી કાઢી નાખવું જોઈએ.

error: Content is protected !!