fbpx

સાબરકાંઠા–અરવલ્લી લોકસભા વિસ્તારના ભૂતપૂર્વ સૈનિકોના હિત માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય

Spread the love

સાંસદ ની રજુઆત રંગ લાગી 

હિંમતનગર ખાતે આર્મી કેન્ટીન શરૂ થશે 

સાબરકાંઠા–અરવલ્લી લોકસભા વિસ્તારના ભૂતપૂર્વ સૈનિકોના હિત માટે મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય

– સાંસદ દ્રારા રક્ષા મંત્રી રાજનાથ સિંહ સમક્ષ રજૂઆત કરી હતી 

– ૨૫૦૦૦ હજાર વધુ માજી સૈનિકો તથા તેમના પરિવાર ને સીધો લાભ મળશે 

– અમદાવાદ-ગાંધીનગર સુધી લાંબા નહી થવુ પડે 

 

સાબરકાંઠા–અરવલ્લી જિલ્લામાં રહેતા એક્સ આર્મી મેન દ્વારા જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે ગાંધીનગર અને અમદાવાદ સુધી જવું પડતું હોવાની રજૂઆત સાંસદ શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા સમક્ષ કરવામાં આવી હતી

  તો સાંસદએ આ મુદ્દાને પ્રાથમિકતા આપી ભારત સરકારના રક્ષા મંત્રી રાજનાથ સિંહ સમક્ષ મજબૂત રજૂઆત કરી હતી જેના પરિણામે રક્ષા મંત્રાલય (ભારત) હેઠળના Canteen Stores Department (CSD) દ્વારા હિંમતનગર ખાતે એક્સ-સર્વિસમેન કેન્ટીન શરૂ કરવા માટે સિદ્ધાંતક મંજૂરી આપવામાં આવી છે જેથી આ નિર્ણયથી સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના અંદાજે ૨૫,૦૦૦ થી વધુ માજી સૈનિકો અને તેમના પરિવારજનોને સીધો લાભ મળશે હવે ભૂતપૂર્વ સૈનિકોને જીવન જરૂરી વસ્તુઓ લેવા માટે દૂર શહેરોમાં જવાની જરૂર નહીં રહે અને પોતાના વિસ્તારમાં હિંમતનગર ખાતે યોગ્ય દરે સામાન ઉપલબ્ધ થશે સાંસદએ જણાવ્યું કે આ નિર્ણય ભૂતપૂર્વ સૈનિકોના સન્માન, સુવિધા અને કલ્યાણ માટે મહત્વપૂર્ણ પગલું સાબિત થશે અને સરકાર હંમેશા સૈનિકો તથા તેમના પરિવારજનોના કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે

તો સાંસદ ની રજુઆત ને ધ્યાને લઈને હિંમતનગર ખાતે એક્સ-સર્વિસમેન કેન્ટીન શરૂ કરવા માટે સિદ્ધાંતક મંજૂરી આપવા બદલ સાંસદએ ભારત સરકારના માનનીય રક્ષા મંત્રી રાજનાથ સિંહ ને રૂબરૂ મળી એમનો આભાર વ્યક્ત કર્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!