fbpx

પ્રાંતિજ ના સોનગઢ ખાતે મહિલાને મારમારી ગાળોબોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી

Spread the love

સાવરણી કેમ નાંખી છે તેમ કહી મારમાર્યો
પ્રાંતિજ ના સોનગઢ ખાતે મહિલાને મારમારી ગાળોબોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– બિભસ્ત ગાળો, લાફો , લાકડી , ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોંધી આગળની તપાસ હાથધરી


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના સોનગઢ ખાતે મહિલાને બિભસ્ત ગાળો-બોલી , લાફો મારી ,લાકડી મારી ,ગડદાપાટુ નો માર મારી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા મહિલા દ્રારા ચાર વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી


  પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના સોનગઢ ખાતે રહેતા શાંતાબેન માધાભાઇ મોતીભાઇ ચમાર કે જેવાએ જુની સાવરણી રસ્તામા પોતાના ધર આગળ નાંખેલ હોય પડોશમા રહેતા મીનાક્ષી બેન પરમાર દ્રારા શાંતાબેન ને સાવરણી કેમ અમારા ધર આગળ નાંખેલ છે તેમ કહી બિભસ્ત ગાળો-બોલી શાંતાબેન ને લાફો મારી મીનાક્ષી બેન નુ ઉપરાડુ લઈ હર્ષ પરમાર તથા જયેશ ભાઇ પરમાર , શામળભાઇ પરમાર આવી શાંતાબેન ને ગડદાપાટુ નો માર મારી હર્ષ પરમારે શાંતાબેન ને ડાબા પગે લાકડી થી માર મારી તમામ તમામે-તમામ આરોપીઓ દ્રારા બિભસ્ત ગાળો-બોલી શાંતાબેન ને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી જિલ્લા મેજિસ્ટ્રેટ સાબરકાંઠા ના જાહેરનામનો ભંગ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા શાંતાબેન માધાભાઇ મોતીભાઇ ચમાર રહે.સોનગઢ તા.પ્રાંતિજ, જિ.સાબરકાંઠા દ્રારા પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે મીનાક્ષી બેન જયેશભાઇ પરમાર , હર્ષ જયેશભાઇ પરમાર , જયેશભાઇ શામળભાઇ પરમાર , શામળભાઇ છગનભાઇ પરમાર તમામે-તમામ રહે.સોનગઢ ,તા.પ્રાંતિજ , જિ. સાબરકાંઠા વિરૂધ્ધ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ હિંમતસિંહ પુંજસિંહ દ્રારા તપાસ હાથ ધરવામા આવી છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!