પ્રાંતિજ એસટીડેપો ના કર્મચારીને ફોન ઉપર ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી
– પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બે મોબાઇલ ધારકો સામે ફરિયાદ થઈ
– પ્રાંતિજ પોલીસે ગુનોનોધી આગળ ની તપાસ હાથ ધરી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ એસટીડેપો ના કર્મચારી ને મોબાઇલ ઉપર ગાળો-બોલી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપતા બે મોબાઇલ ધારકો સામે પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા પોલીસ ફરિયાદ થઈ
પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ તલોદ ખાતે રહેતા અતુલકુમાર રમણલાલ પટેલ કે જેવો પ્રાંતિજ એસટીડેપો મા ફરજ બજાવે છે અને તેવો પ્રાંતિજ એસટીડેપો મા નોકરી ઉપર હતા તે દરમ્યાન તેવોના મોબાઇલ ફોન ઉપર તા.૧૨|૬|૨૦૨૬ ના રોજ ૧૨\૫૭ તથા ૧૩\૫૩ તે દરમ્યાન મોબાઇલ ધારક-૧ નો ફોન આવ્યો હતો અને ફોન મા-બેન સામી ગાળો-બોલી તેમજ બીજા મોબાઇલ નંબર ઉપર થી પણ ફોન આવ્યો હતો જેમા તુ આજે ડેપો માંજ રહેજે અને તારા ધરે તારે છેલ્લો ફોન કરવો હોયતો કરી લેજે તેવુ કહી જાનથી મારી નાંખવાની ધમકી આપતા ડેપો કર્મચારી અમૃત કુમાર રમણલાલ પટેલ રહે તલોદ દ્રારા મોબાઇલ ધારકો વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મા બંન્ને મોબાઇલ ધારકો વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતા પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ ૩૫૨,૩૫૧(૩)(૪) મુજબ ગુનોનોંધી આગળની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમાર દલજીભાઇ દ્રારા હાથધરવામા આવી છે
જીલ રાવલ સાબરકાંઠા
