fbpx

પ્રાંતિજ આઈ.ટી.આઈ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન

Spread the love

પ્રાંતિજ આઈ.ટી.આઈ ખાતે રોજગાર ભરતીમેળાનું આયોજન

– ૧૯|૨|૨૦૨૬ ના રોજ ભરતીમેળો યોજાશે 

– ઉમેદવારો ની પસંદગી બાદ તાત્કાલિક નોકરી મળશે 

રોજગાર અને તાલીમ વિભાગ, ગુજરાત સરકારના નિયંત્રણ હેઠળની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પ્રાંતિજ ખાતે તા.૧૯/૦૨/૨૦૨૬ ના રોજ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.આ ભરતીમેળામાં સ્ટર્લિંગ એબ્રેસિવ લિમિટેડ, ટેકવર્સ એન્જિનિયર પ્રાઈવેટ લિમિટેડ, ઓસ્ટ્રેલિયન પ્રીમિયમ સોલર અને એકસાઈડ એનર્જી સોલ્યુશન્સ લિમિટેડ જેવી સંસ્થાઓ ભાગ લઇ વિવિધ જગ્યા માટે ભરતી કરવાની છે

આ કંપનીઓ દ્વારા આઈ.ટી.આઈ. ફિટર, કોપા, ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, વેલ્ડર તેમજ CNC ઓપરેટર જેવા વિવિધ ટ્રેડના ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે આ ભરતીમેળો આચાર્યશ્રીની કચેરી, સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, પ્રાંતિજ (મહાદેવ મંદિર પાસે, મોટી બોખ, જિ. સાબરકાંઠા) ખાતે સવારે ૧૦:૩૦ થી બપોરે ૨:૦૦ કલાક દરમિયાન યોજાશે. રોજગાર મેળવવા ઈચ્છુક તમામ લાયક ઉમેદવારોને આ તકનો લાભ લેવા અને નિયત સમયે હાજર રહેવા અનુરોધ કરવામા આવ્યો છે 

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!