પ્રાંતિજ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે લધુરૂદ્ર યજ્ઞ યોજાયો
– મંદિર ખાતે ૩૧ મો લઘુરૂદ્ર યજ્ઞ યોજાયો
– રાવલ સમાજ ના ભાઇ બહેનો ઉપસ્થિત રહ્યાં
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે મહાશિવરાત્રિ પર્વ ને લઇને દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ૩૧ મો લધુરૂદ્ર યોજાયો


પ્રાંતિજ તપોધન ફરી ખાતે આવેલ શ્રી કાશીવિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે મહાશિવરાત્રી પર્વ ને લઈને લધુરૂદ્ર નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વર્ષે ૩૧ મો લધુરૂદ્ર યજ્ઞ યોજાયો હતો જેમાં પ્રાંતિજ ખાતે રહેતા સમગ્ર રાવલ સમાજ ના ભાઈબહેન ઉપસ્થિત રહ્યા હતા તો યજ્ઞ માં દેવાંગ હેમેન્દ્ર કુમાર રાવલ તથા તેમના ધર્મ પત્નીએ લધુરૂદ્ર નો લાભ લીધો હતો જયારે આ વર્ષે રાવલ હેમેન્દ્ર કુમાર મધુભાઇ પરિવાર ના મુખ્ય યજમાન પદે લધુરૂદ્ર યોજાયો હતો તો રાવલ સમાજ ના ભાઇઓ બહેનો શ્રી કાશી વિશ્વાનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને દાદા ના દર્શન કરી યજ્ઞ નો લાભ લઈ આરતી નો લાભ ધન્યતા અનુભવી હતી
તો આ પ્રસંગે પ્રાંતિજ તપોધન ફરી આજુબાજુ માં રહેતાં અન્ય સમાજના લોકોએ પણ દાદા ના દર્શન નો લાભ લીધો હતો તો દરવર્ષ ની જેમ આ વર્ષેપણ રાવલ ભુપેન્દ્ર કુમાર લક્ષ્મણ ભાઇ તથા રાવલ કૌશિક કુમાર બાબુલાલ તથા વ્યવસ્થા કમિટી દ્વારા સુદર આયોજન કરવામા આવ્યુ હતુ
જીલ રાવલ સાબરકાંઠા
