fbpx

મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં એન્ટ્રી કરવાના છે

Spread the love

મુકેશ અંબાણી વધુ એક સેક્ટરમાં એન્ટ્રી કરવાના છે

દુનિયાની સૌથી મોટી એસેટ મેનેજમેન્ટ કંપની બ્લેકરોક અને મુકેશ અંબાણીની JIO ફાયનાન્શીઅલ ટુંક સમયમાં શેરબ્રોકીંગ અને મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસમાં આવી રહી છે. ત્યારે એવી ચર્ચા શરૂ થઇ છે કે આ બે જાયન્ટ કંપનીઓના શેરદલાલીના ધંધામાં આવવાને કારણે નાના શેરબ્રોકર્સ બજારમાંથી નિકળી જશે.

20 જાન્યુઆરી 2025ના દિવસે JIO બ્લેકરોક બ્રોકીંગ કંપનીની સ્થાપના કરવામાં આવી અને જૂન 2025માં સેબીની મંજૂરી પણ મળ ગઇ છે. હવે જાણવા મળેલી માહિતી મુજબ તેઓ ટુંક સમયમાં બ્રોકીંગ બિઝનેસ શરૂ કરશે.

કેટલાંક લોકોનું માનવું છે કે, JIO- બ્લેકરોકના બજારમાં આવવાને કારણે હવે એવા જ લોકો ટકી શકશે, જેમની પાસે જ્ઞાન હશે, ટેક્નોલોજી ક્ષમતા હશે અને પાટનર્સ હશે. જો કે કેટલાંક લોકોનું માનવું   એવું પણ છે કે, ભારતની વસ્તીના હિસાબે હજુ મોટા પાયે રોકાણકારોનું બજાર અનટેપ્ડ છે, જ્યાં  JIO- બ્લેકરોક પહોંચશે. એટલે માર્કેટ સાઇઝ ઘણી મોટી થશે.

error: Content is protected !!