fbpx

પશુ પ્રદર્શનમાં કોટડાનો ‘સમ્રાટ’ પાડો છવાયો, કિંમત જાણીને ચોંકી જશો

Spread the love

પશુ પ્રદર્શનમાં કોટડાનો 'સમ્રાટ' પાડો છવાયો, કિંમત જાણીને ચોંકી જશો

બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા વાવ-થરાદ જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે ગુજરાત સરકારના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના સહયોગથી 15મો ઐતિહાસિક અશ્વ મેળો આયોજિત કરવામાં આવી રહ્યો છે. આ મેળામાં દેશભરના અશ્વપ્રેમીઓ ઉમટી રહ્યા છે. 11 ફેબ્રુઆરીથી શરૂ થયેલા મેળાની પૂર્ણાહુતિ આજે  મહાશિવરાત્રીના અવસર પર થશે.

ashw-mela2

આ મેળામાં માત્ર પશુ પ્રદર્શન જ નહીં, પરંતુ ગુજરાતના વારસાને ઉજાગર કરતા કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે. 50 યુવતીઓ દ્વારા એકસાથે લાઠી દાવ અને તલવારબાજીના કરતબ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મેર-મેરાયા, પટાખેલ, મારવાડી ગેર નૃત્ય અને ગરબા જેવા લોકનૃત્ય પણ કરવામાં આવ્યા હતા. તો અહી સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહિત કરવા સ્પોન્સર્સ દ્વારા ઇનામો અપાશે, જેમાં ‘બેસ્ટ ઓફ ધ શૉ’ને બાઇક એનાયત કરવામાં આવશે.

ashw-mela3

 અશ્વ મેળાની સાથે પશુ પ્રદર્શનમાં કોટડા ગામના પરાગ વેલાભાઈનો પાડો વિશેષ ચર્ચામાં છે. આ પાડો 4 વર્ષનો છે અને પદ્મશ્રી એવોર્ડ વિજેતા ગોલુ-2 બુલના સીમનથી તૈયાર થયો છે. આ પાડા માટે ગયા વર્ષે પંજાબના વ્યાપારીએ 1.11 કરોડની ઓફર આપી હતી, પરંતુ પશુપાલકે સ્થાનિક ઓલાદ સુધારવાના હેતુથી તેને વેચવાની ના પાડી દીધી હતી. આ પાડાની માતા દરરોજ 30 લીટરથી વધુ દૂધ આપે છે.

ashw-mela4

પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના બ્રાહ્મણવાડાના વિક્રમ દેસાઈના ઘોડા ‘ભારતરાજ’એ 2 દાંતની કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી જીતની હેટ્રિક લગાવી છે. ભારતરાજના પિતાનું નામ કાલાકાંટા અને માતાનું નામ દ્રોણા છે. આ અશ્વ માતા-પિતા બંને તરફથી 4-4 પેઢીની મજબૂત વંશાવલી ધરાવે છે. સૂર્યવંશ કુળના 66 ઇંચ ઊંચાઈ ધરાવતા આ ઘોડાએ અગાઉ ઇન્દોર અને મોગાના નેશનલ શૉમાં પણ જીત મેળવી હતી.

ashw-mela1

રાજ્ય મંત્રી પ્રવિણ માળીએ મેળાની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, ‘વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘વિકાસ અને વિરાસત’ના મંત્ર સાથે આવા મેળાઓ સંસ્કૃતિને જીવંત રાખે છે. તેમણે આયોજક મહેશ દવે, ધારાસભ્ય કેશાજી અને મહંત બળદેવગીરી મહારાજની કામગીરીને બિરદાવી હતી. આગામી સમયમાં આ મેળાને વધુ વ્યાપક બનાવવા રાજ્ય સરકારના પશુપાલન વિભાગ દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવશે.’

અદ્વૈત સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ મહેશ દવેના જણાવ્યા અનુસાર, ‘આ વર્ષે મેળામાં 500થી વધુ ઉચ્ચ નસ્લના અશ્વોએ ભાગ લીધો છે. ભારતના 7થી 8 રાજ્યોમાંથી પશુપાલકો અહીં ઉમટ્યા છે, જેના કારણે આ મેળો ભારતભરમાં પ્રથમ ક્રમે પહોંચ્યો છે. મેળામાં 1 કરોડથી લઈ 15 કરોડ સુધીની કિંમતના મારવાડી અને અન્ય પ્રજાતિના અશ્વો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. સુરક્ષા માટે ગુજરાત પોલીસનો વિશેષ સહયોગ મળી રહ્યો છે, જેમાં 4 જિલ્લાના પોલીસ અશ્વો પણ ટેન્ટ પેગિંગ અને જમ્પિંગ જેવી સ્પર્ધાઓમાં કૌશલ્ય બતાવી રહ્યા છે.’

error: Content is protected !!