fbpx

જાતિ-ધર્મમુક્ત જાહેર થયું આ ગામ, ભેદભાવ કર્યો તો લાગશે આટલા રૂપિયા દંડ

Spread the love

જાતિ-ધર્મમુક્ત જાહેર થયું આ ગામ, ભેદભાવ કર્યો તો લાગશે આટલા રૂપિયા દંડ

મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાના નેવાસા તાલુકામાં આવેલા સૌંદાલા ગામમાં સર્વાનુમતે એક ઐતિહાસિક ઠરાવ પસાર કરતા પોતાને જાતિમુક્ત જાહેર કરી દીધું છે. ગામનો નારો છે ‘માઝી જાત- માનવ’, એટલે કેસ ‘મારી જાતિ- માનવતા.’ ઠરાવમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે ગામમાં જાતિ, ધર્મ, સંપ્રદાય અથવા જાતિના આધારે કોઈ ભેદભાવ રહેશે નહીં. બધા રહેવાસીઓ સમાન રહેશે, અને માનવતા તેમનો એકમાત્ર ધર્મ રહેશે.

આ ગામ અહિલ્યાનગરથી લગભગ 60 કિલોમીટર દૂર છે અને લગભગ 2,500ની વસ્તી ધરાવે છે. છેલ્લા દાયકામાં અહીં જાતિ સંબંધિત કોઈ મોટી ઘટના કે અત્યાચારના કિસ્સા નોંધાયા નથી. BBCના અહેવાલ મુજબ, સૌંદાલા ગામમાં 65% વસ્તી જનરલ કાસ્ટમાં મરાઠાની છે, 20% અનુસૂચિત જાતિ (SC) છે, 15-20 ખ્રિસ્તી છે અને કેટલાક મુસ્લિમ પરિવારો છે. ગામમાં પહેલાથી જ સુમેળ જળવાઈ રહ્યો છે, પરંતુ સમાજમાં વધતી જતી નફરત અને વિભાજનને જોતા ગ્રામજનોએ આ પગલું ભર્યું છે.

soundala

આ પ્રસ્તાવને આગળ ધપાવનારા સરપંચ શરદ અરગડેએ કહ્યું કે, ‘બીડ જિલ્લામાં લોકો કરિયાણાની દુકાનમાંથી સામાન ખરીદતા પહેલા દુકાનદારની જાતિ પૂછે છે. અમે નથી ઇચ્છતા કે આવી નફરત અમારા ઘરઆંગણે પહોંચે.’ પ્રસ્તાવમાં જણાવાયું છે કે ગામમાં બધી સાર્વજનિક જગ્યાઓ, સરકારી સેવાઓ, પાણીના સ્ત્રોત, મંદિરો, સ્મશાનગૃહો, શાળાઓ અને સામાજિક કાર્યક્રમો બધા માટે ખુલ્લા રહેશે. ગામ સોશિયલ મીડિયા પર જાતિ તણાવ ઉશ્કેરતી પોસ્ટ્સ સામે કાર્યવાહી કરશે.

ગામના બાળકોમાં પહેલાથી જ કોઈ ભેદભાવ દેખાતો નથી. પાંચમા ધોરણની વિદ્યાર્થીની ગૌરી ભંડે કહ્યું કે, ‘તેની મુસ્લિમ સખી મહિરા સૈયદ પણ હિન્દુ ધાર્મિક પાઠ દરમિયાન તેની સાથે ભોજન કરે છે. ખ્રિસ્તી, મુસ્લિમ, મરાઠા- દરેકને સમાન અધિકાર છે.’

soundala3

શાળાના શિક્ષક અશોક પંડિતે કહ્યું કે, ‘આ બાળકો એક-બીજામાં ભેદભાવ કરતા નથી, પરંતુ તેઓ હંમેશાં અહીં નહીં રહે. શાળા માત્ર પાંચમા ધોરણ સુધી છે. આગળ તેઓ બહાર અભ્યાસ કરવા અને કોલેજ જવા માટે જશે. બહારની દુનિયામાં તેમના મનમાં નફરત ભરાઈ શકે છે. જો આપણે શાળા સ્તરે ભેદભાવ દૂર કરીશું, તો બાદમાં તેમના પર કોઈ અસર નહીં થાય.’

ગામે અગાઉ પણ પ્રગતિશીલ નિર્ણયો લીધા છે. સપ્ટેમ્બર 2024માં, વિધવા પુનર્લગ્ન માટે 11,000 રૂપિયા આપવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો, અને નવેમ્બર 2024માં મહિલાઓને અપમાનિત કરતી ગાળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

error: Content is protected !!