તલોદ અને ચંદ્રાલા સ્કુલ ના બાળકોએ મહેસાણા ખાતે શ્રેષ્ઠ પ્રદર્શન
– સુવર્ણ ચંદ્રક તથા રજતચંદ્રક વિજેતા થયા
– એકલવ્ય ફાઉન્ડેશન ડાયરેક્ટર હાર્દિક બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ બાળકોએ સિધ્ધિ પ્રાપ્ત કરી
– વિધાર્થીઓએ શાળા , પરિવાર તથા સમાજ નુ નામ રોશન કર્યુ
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ખાતે કાર્યરત એકલવ્ય ફાઉન્ડેશન ના ડાયરેક્ટર હાર્દિક બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ તલોદ તથા ચંદ્રાલા ના બાળકોએ મહેસાણા ખાતે યોજાયેલ સ્પર્ધા મા સુવર્ણ ચંદ્રક તથા રજતચંદ્રક મેળવ્યા શાળા , પરિવાર , સમાજ , ગામનુ ગૌરવ વધાર્યુ




મહેસાણા ખાતે યોજાયેલ પ્રથમ માર્શલઆર્ટ ગેમ્સ મા સાબરકાંઠા તલોદ અને ગાંધીનગર ના ચંદ્રાલા સ્કુલ ના બાળકોએ મેદાન મારી ભવ્ય સિધ્ધિ પ્રાપ્ત કરી પ્રાંતિજ એકલવ્ય ફાઉન્ડેશન ના ચીફ ટેકનિકલ ડાયરેક્ટર હાર્દિક બ્રહ્મભટ્ટ દ્રારા તાલીમ પામેલા તલોદના ચાણક્ય વિધાસંકુલ ના સાત ખેલાડીઓ અને ચંદ્રાલા સી.કે.પટેલ સંકુલ નો એક ખેલાડી કરાટે સ્પર્ધા મા ઝળહળતી સફળતા મેળવી મેડલ્સ જીત્યા હતા અને માર્શલઆર્ટ શ્રેત્રે બાળકોને નિષ્ણાંત તાલીમ આપતા હાર્દિક બ્રહ્મભટ્ટ ના માર્ગદર્શન હેઠળ ખેલાડીઓએ શિસ્ત અને કૌશલ્ય નુ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યુ હતુ તો તલોદ-ચંદ્રાલા ના વિધાર્થીઓની શ્રેષ્ઠ કામગીરી બદલ તથા શાળા પરિવાર દ્રારા તમામે-તમામ વિધાર્થીઓ તથા કોચ હાર્દિક બ્રહ્મભટ્ટ ને અભિનંદન પાઠવ્યા હતા
| સુવર્ણ ચંદ્રક વિજેતા જયદ , અર્હાન , અહદ , ધિમહી |
| રજતચંદ્રક વિજેતા જ્વનીલ , હેતાંશ , ચિરાગ |
જીલ રાવલ સાબરકાંઠા
