હિંમતનગર ખાતે ત્રણ નર્સિંગ કોલેજોનો સેરિમની ફેસર પાર્ટી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયો
– ત્રણેય કોલેજ ના વિધાર્થીઓએ શપથ લીધા
– વિરપુર , પ્રાંતિજ , તલોદ ચિત્રિણી નર્સિંગ કોલેજોનો સેરિમની ફેશર પાર્ટી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ , તલોદ , વિરપુર (હિંમતનગર) ખાતે આવેલ ત્રણેય ચિત્રિણી નર્સિંગ કોલેજોનો ઓથટેકીગ સેરિમની ફેશર પાર્ટી તથા સાંસ્કૃતિક કાર્યક્રમો હિંમતનગર યોજાયા જેમા ત્રણેય કોલેજ ના વિધાર્થીઓએ શપથ લીધા હતા





પ્રાંતિજ રેલ્વેસ્ટેશન ઉપર આવેલ જ્ઞાનયોગ એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ સંચાલિત પ્રાંતિજ ચિત્રિણી નર્સિંગ કોલેજ , ચિત્રિણી ઈન્સ્ટીટયુટ ઓફ નર્સિંગ સાયન્સ કોલેજ વિરપુર (હિંમતનગર) ચિત્રિણી ઈન્સ્ટીટયુટ ઓફ તલોદ ત્રણેય કોલેજો ના વિધાર્થીઓનો હિંમતનગર નગર પાલિકા ના વિશાળ હોલ ખાતે ઓથટેકીગ સેરિમની શપથ સમારોહ યોજાયો હતો જેમા ત્રણેય કોલેજો ના વિધાર્થીઓએ શપથ લીધા હતા આ પ્રસંગે રાષ્ટ્રીય , ભારતીય તબીબી સંગઠન નવી દિલ્હી ર્ડા.અનિલભાઈ જે.નાયક , ર્ડા.રોહિતભાઇ દેસાઇ , આઇ.એ.કડીવાલા , ર્ડા.પ્રજ્ઞાબેન ડાભી , સહ.મંત્રી એ.કે.પટેલ , મંત્રી ર્ડા.નૃપાંશ પટેલ , ટ્રસ્ટી ર્ડા રીપલ બેન પટેલ , પ્રાંતિજ પ્રિન્સીપાલ હસમુખભાઇપટેલ , વિરપુર (હિંમતનગર) પ્રિન્સીપાલ કિંજલબેન શાહ , તલોદ પ્રિન્સીપાલ મનોજભાઇ ચૌધરી સહિત મહાનુભાવો ઉપસ્થિત ઉપસ્થિત રહ્યા હતા અને દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખુલ્લો મુક્યો હતો તો આવનાર મહેમાનોનુ પુષ્પ કુંજ દ્રારા સ્વાગત કરવામા આવ્યુ હતુ અને આવેલ મહેમાનો દ્રારા વિધાર્થીઓને કેન્ડલ સેરિમની શપથ લેવડામા આવ્યા હતા
વિધાર્થીઓએ શપથ લઈ ને નિષ્ઠા પૂર્વક ફરજ અદાકરવાના શપથ લીધા હતા તો ડાન્સ , ગરબા , ફિલ્મી ગીતો સહિત નો સાંસ્કૃતિક કાર્યક્રમ ભાગ લઈ ને કોલેજ ના વિધાર્થીઓએ આવનાર મહેમાનો તથા વાલીઓ પ્રેક્ષકો ના દિલ પણ જીતી લીધા હતા
જીલ રાવલ સાબરકાંઠા
