fbpx

પ્રાંતિજ-તલોદ ખાતે ૨ કરોડ ૫ લાખ ના ખર્ચે તળાવોની કામગીરી હાથ ધરાશે

Spread the love

પ્રાંતિજ-તલોદ ખાતે ૨ કરોડ ૫ લાખ ના ખર્ચે તળાવોની કામગીરી હાથ ધરાશે
– ખેડૂતો , પશુપાલકો સહિત ગ્રામજનો મા ખુશીનો માહોલ
– તળાવો ભરેલા રહશે તો ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો થશે
– ગ્રામજનોએ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર નો આભાર વ્યક્ત કર્યો
– પાઈપ લાઈન યોજના અંતર્ગત ખાલી તળાવો ભરવામા આવશે
 


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ-તલોદ ખાતે ૨ કરોડ ૫ લાખ ના ખર્ચે પાઇપ લાઇન યોજના અંતર્ગત ખાલી તળાવો ભરવામા આવશે


   પ્રાંતિજ તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા પ્રાંતિજ-તલોદ મા ખાલી રહેલ તળાવો ભરવા માટે સરકાર મા રજુઆત કરી હતી જેમા પ્રાંતિજ તાલુકાના વજાપુર તથા તલોદ તાલુકાના બિલેશ્વરકંપા ખાતે આવેલ તળાવો મા માધવગઢ થી રાયગઢ પાઈપલાઈન યોજના અંતર્ગત રૂપિયા-૨ કરોડ ૫ લાખ ના ખર્ચે તળાવો ભરવામા આવશે જેથી આ મહત્વપૂર્ણ મંજૂરીથી વિસ્તારના ખેડૂતો, પશુપાલકો તથા ગ્રામજનોને પૂરતું અને સુલભ પાણી ઉપલબ્ધ થશે તેમજ ભૂગર્ભ જળસંગ્રહમાં વધારો થવાથી પર્યાવરણીય સંતુલન અને ગ્રામ વિકાસને નવી ગતિ મળશે આ લોકહિતલક્ષી નિર્ણય બદલ બિલેશ્વરકંપા તથા વજાપુર ગામજનો એ પ્રાંતિજ-તલોદ ના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર નો આભાર વ્યક્ત કર્યો હતો તો ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર દ્રારા  મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, માનનીય પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ તથા ગુજરાત રાજ્ય સરકાર નો ધારાસભ્ય દ્રારા જનતા વતી આભાર વ્યક્ત કર્યો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!