fbpx

પ્રાંતિજના કતપુર નજીક બોલેરો કાર ડિવાઇડર સાથે અથડાઈ પલટી ખાઈ

Spread the love

પ્રાંતિજના કતપુર નજીક બોલેરો કાર ડિવાઇડર સાથે અથડાઈ પલટી ખાઈ

  • બોલેરો કાર મા સવાર ત્રણ નો આબાદ

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના કતપુર-વડવાસા પાટીયા નજીક હિંમતનગર-અમદાવાદ નેશનલ હાઈવે-૪૮ પર બોલેરો કારને અકસ્માત નડ્યો હતો કાર ડિવાઇડર સાથે અથડાયા બાદ સર્વિસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી


મળતી માહિતી મુજબ બોલેરો કાર ડુંગરપુરથી અમદાવાદ તરફ જઈ રહી હતી દરમિયાન અગમ્ય કારણોસર કારચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી અને ત્યારબાદ સર્વિસ રોડ પર પલટી ખાઈ ગઈ હતી અકસ્મતમાં બોલેરો કારમાં સવાર ત્રણ લોકોનો સદનસીબે આબાદ બચાવ થયો હતો અકસ્માતની જાણ થતાં એન.એચ.એ.આઈ.ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્રેનની મદદથી પલટી ખાધેલી કારને સીધી કરી રોડની સાઈડમાં ખસેડવામાં આવી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!