પ્રાંતિજ સહિત તાલુકામાં દશામાંના વ્રતનો પ્રારંભ
– દશામાં ના મંદિર ખાતે હોમ-હવન નુ આયોજન કરવામા આવ્યુ હતુ
– ધજારોહન કાર્યક્રમ પણ યોજાયો
– માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં બુધવારથી દશામાંના વ્રતનો પ્રારંભ થયો છે. પ્રાંતિજ નેશનલ હાઈવે-૪૮ નજીક માર્કડેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલા શ્રી દશામાંના મંદિર ખાતે વ્રતના પ્રારંભ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું



મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ સાથે હોમ-હવનનું આયોજન કરવામાં આવ્યું હતું હવનમાં શ્રીફળ હોમ્યા બાદ મંદિરના શિખર પર નવી ધજા ચઢાવી ધજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભૈરવનાથ મંદિર ખાતે અશોકભાઈ ચીમનલાલ બ્રહ્મભટ્ટ તથા તેમના ધર્મપત્ની અને પરિવાર દ્વારા હવનનો લાભ લેવામાં આવ્યો હતો. જ્યારે દશામાંના મંદિર ખાતે ઉત્પનકુમાર શૈલેષભાઈ પટેલ તથા તેમના ધર્મપત્નીએ હવનનો લાભ લીધો હતો પ્રકાશભાઈ શાસ્ત્રી દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરાવવામાં આવી હતી દશામાંના વ્રતનો પ્રારંભ થતાં મંદિર વ્યવસ્થાપક નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટે વ્રત કરતી બહેનોને શુભેચ્છાઓ પાઠવી હતી દર વર્ષની જેમ આ વર્ષે પણ દશામાંના મંદિર ખાતે ભક્તો માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. આગામી દિવસોમાં મંદિર ખાતે અન્નકૂટ, હવન સહિત રાત્રિના સમયે રાસ-ગરબા અને વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે