fbpx

પ્રાંતિજમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા રેલી યોજાઈ

Spread the love

પ્રાંતિજમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા રેલી યોજાઈ
– હાથ મા તિરંગા સાથે  તિરંગા રેલી યોજાઇ
       
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ૧૨ ઓગસ્ટના રોજ પ્રાંતિજ નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ભવ્ય તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં નગરજનો, વિદ્યાર્થીઓ, ભાજપના કાર્યકરો તથા આગેવાનો હાથમાં તિરંગો લઈને જોડાયા હતા અને દેશભક્તિના રંગે રંગાયા હતા


તિરંગા રેલીનો પ્રારંભ શેઠ પી.એન્ડ આર. હાઈસ્કૂલ ખાતેથી થયો હતો રેલી ભાંખરીયા બસ સ્ટેશન, બજાર ચોક, નાની ભાગોળ, પંખીધર, રાવળવાસ તથા એપ્રોચ રોડ થઈ ફરી ભાંખરીયા બસ સ્ટેશન પહોંચીને શેઠ પી.એન્ડ આર. હાઈસ્કૂલ ખાતે પરત ફરી હતી આ પ્રસંગે પ્રાંતિજ-તલોદના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ સાંસદ દીપસિંહ રાઠોડ, ગુજરાત પ્રદેશ મંત્રી પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલ, ભાજપ તાલુકા પ્રમુખ કલ્પેશભાઈ પટેલ, મંત્રી યશવંતભાઈ પટેલ, જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન રાજુભાઈ પટેલ, મહંત સુનીલદાસજી મહારાજ, નગરપાલિકા પ્રમુખ અનિતાબેન પંડયા, તાલુકા પંચાયત પ્રમુખ અંકિતાબેન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત નગરપાલિકા કોર્પોરેટર ર્ડા.નૃપાંશ ભાઇ પટેલ , નિકુંજભાઇ રામી , મહેશભાઈ મકવાણા , રસીદખાન સુમરા , વિપુલભાઇ ભોઇ, ગીતાબેન પટેલ , વર્ષાબેન સથવાળા , મામલતદાર સંજયભાઈ દેસાઈ, પ્રાંતિજ ટીડીઓ, પ્રાંતિજ પી.આઈ. ડી.આર. પઢેરિયા, રેલી ઇન્ચાર્જ કૈલાસબેન રાઠોડ, જ્યોતિકાબેન સોલંકી, જિગ્નેશભાઈ પંડયા સહિત ભાજપના કાર્યકરો, આગેવાનો, શેઠ પી.એન્ડ આર. હાઈસ્કૂલના આચાર્ય હસમુખભાઈ પટેલ, શાળા સ્ટાફ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા તિરંગા રેલી દરમિયાન દેશભક્તિના નારા અને હાથમાં લહેરાતા તિરંગાથી સમગ્ર પ્રાંતિજ દેશભક્તિના માહોલમાં રંગાઈ ગયું હતું

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!