
Vivo અને iQOOના 6 સ્માર્ટફોન 1 માર્ચથી મોંઘા થઇ જશે. ચીની કંપનીએ ચિપની અછત અને સપ્લાય ચેઇન સમસ્યાઓને કારણે આ મોટો નિર્ણય લીધો છે. 1 માર્ચથી કંપનીના Vivo T4 અને iQOO Z10 સિરીઝના ફોન મોંઘા થઈ શકે છે. Vivo અને iQOO ઉપરાંત, OnePlus, Realme, Oppo, Xiaomi અને Motorola જેવી અન્ય ચીની કંપનીઓના ફોન પણ મોંઘા થઈ શકે છે.

Vivo T4ની કિંમતમાં 2000 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. તેના 8GB RAM + 128GB વેરિયન્ટની શરૂઆતની કિંમત 22,999 થી વધીને 24,999 થઇ જશે. અન્ય બે વેરિયન્ટની કિંમત પણ 24,999 અને 26,999 થી વધીને ક્રમશઃ 26,999 અને 28,999 થઇ જશે. આ સીરિઝમાં Vivo T4Rની કિંમતમાં પણ 2,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. તેની શરૂઆતની કિંમત 20,999 રૂપિયાથી વધીને 22,999 રૂપિયા થઇ જશે.

Vivo T4xની કિંમતમાં 1,500 રૂપિયાનો વધારો કરવામાં આવશે. Vivoનો આ ફોન 15,499 રૂપિયાથી વધીને 16,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ થશે. તેના અન્ય 2 વેરિયન્ટ પણ 16,499 રૂપિયા અને 18,499 રૂપિયાથી વધીને ક્રમશઃ 18,999 રૂપિયા અને 20,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ ફોન 6GB/8GB RAM અને 128GB/256GB સ્ટોરેજમાં આવે છે.

iQOO Z10 અને iQOO Z10Rની કિંમતમાં પણ 2,000 રૂપિયાનો વધારો જોવા મળશે. 1 માર્ચથી આ બંને ફોન ક્રમશઃ 24,999 રૂપિયા અને 22,999 રૂપિયાની શરૂઆતની કિંમતે ઉપલબ્ધ થશે. આ બંને ફોન 8GB + 128GB, 8GB + 256GB અને 12GB + 256GB વેરિયન્ટમાં આવે છે. તેમના ટોપ વેરિયન્ટ ક્રમશઃ 28,999 રૂપિયા અને 26,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે.

iQOO Z10xની કિંમતમાં 2,500 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. તેના 6GB RAM + 128GBવાળા વેરિયન્ટને 14,999 રૂપિયાને બદલે 16,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. તેનો 8GB RAM + 128GBવાળો વેરિયન્ટ 16,499 રૂપિયાથી વધીને 18,999 રૂપિયામાં ઉપલબ્ધ થશે. આ ઉપરાંત, આ ફોનનો ટોપ 8GB RAM + 256GBવાળો વેરિયન્ટ 17,499 રૂપિયાથી વધીને 20,499 રૂપિયામાં ઉપલબ્ધ થશે.
