fbpx

BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

Spread the love
BCCIએ વર્લ્ડ ચેમ્પિયન ટીમ ઇન્ડિયા પર કરી દીધી ધનવર્ષા, આટલા કરોડના ઇનામની જાહેરાત

T20 વર્લ્ડ કપ 2026માં ભારતની સતત બીજી જીત બાદ અને ફાઇનલમાં જીત બાદ, BCCIએ ટીમને એક મોટું સન્માન આપ્યું છે. બોર્ડે ટીમ ઇન્ડિયા માટે રોકડ ઇનામની જાહેરાત કરી છે. ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડની ટીમને 96 રનથી હરાવી હતી.

ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન વિસ્ફોટક બેટિંગ, મજબૂત બોલિંગ અને શાનદાર ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું, જેમાં સંજૂ સેમસન, જસપ્રીત બૂમરાહ અને અન્ય ખેલાડીઓએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. જેને કારણે, ટીમને રેકોર્ડબ્રેક ઇનામી રકમ મળવાની છે.

team india

ટીમ ઇન્ડિયા માટે BCCIએ કરી મોટી જાહેરાત

BCCIએ ટીમ ઇન્ડિયા માટે 131 કરોડ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ, કોચિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ અને અન્ય સભ્યોમાં વહેંચવામાં આવશે, જે અત્યાર સુધીની સૌથી મોટી ઇનામી રકમ છે. BCCIએ અગાઉ 2024માં 125 કરોડના ઇનામની જાહેરાત કરી હતી, પરંતુ આ વખતે ઇનામી રકમમાં 6 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયાએ આ 2 ટૂર્નામેન્ટ વચ્ચે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ જીતી હતી. ત્યારે પણ BCCIએ 58 કરોડ રૂપિયા આપ્યા હતા.

આ ઇનામી રકમ ICC તરફથી મળેલી ઇનામી રકમથી અલગ છે. ICCએ ચેમ્પિયન ટીમને કુલ ઇનામી રકમમાંથી 3 મિલિયન ડૉલર (આશરે 27.5 કરોડ રૂપિયા) આપ્યા હતા. રનર-અપ ન્યૂઝીલેન્ડને 1.6 મિલિયન ડૉલર મળ્યા હતા. જોકે, BCCI તરફથી આપવામાં આવેલું આ બોનસ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં સૌથી મોટું ટીમ બોનસમાંથી એક છે. આ ઇનામી રકમ ખેલાડીઓને ભવિષ્યમાં મોટી ટૂર્નામેન્ટ જીતવા માટે પ્રેરિત કરશે.

Vande Bharat

માત્ર એક મેચ હારીને જીતી ટ્રોફી

T20 વર્લ્ડ કપ 2026માં ટીમ ઇન્ડિયાનો દબદબો રહ્યો. ભારતીય ટીમને સમગ્ર ટૂર્નામેન્ટમાં માત્ર એક જ હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઇન્ડિયાએ ગ્રુપ સ્ટેજમાં સતત 4 મેચ જીતીને સુપર 8 માટે ક્વોલિફાય કર્યું હતું. જોકે, તેને પહેલી જ સુપર-8 મેચમાં દક્ષિણ આફ્રિકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ, ભારતીય ટીમ જીતના માર્ગે પાછી ફરી, ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝને હરાવીને સેમીફાઇનલમાં પહોંચી. ત્યારબાદ તેણે ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી. અને ફાઇનલમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઇન્ડિયા ત્રીજી વખત ચેમ્પિયન બની.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2025-12-26-at-11.31.10-AM-1024x178.jpeg
error: Content is protected !!