fbpx

LPG ગેસની અછત? શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવી પાણીપુરી; વીડિયો વાયરલ

Spread the love

LPG ગેસની અછત? શાળામાં મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવી પાણીપુરી; વીડિયો વાયરલ

ભારતભરના શહેરોમાં હાલમાં LPG સપ્લાયની તંગીને કારણે ગભરાટનો માહોલ છે, ત્યારે પશ્ચિમ બંગાળની એક સરકારી શાળાએ આ સમસ્યાનો એક અનોખો અને ચટાકેદાર ઉકેલ શોધી કાઢ્યો છે. રાંધણ ગેસના અભાવે શાળાએ મધ્યાહન ભોજન (Mid-day Meal) માં વિદ્યાર્થીઓને પાણીપુરી પીરસી હતી, જેને બંગાળમાં પ્રેમથી ‘પુચકા’ કહેવામાં આવે છે.

ભદ્રકાલી હાઈસ્કૂલના આસિસ્ટન્ટ ટીચર નંદિકા સરકાર દ્વારા આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે, જે હવે જોતજોતામાં વાયરલ થઈ ગયો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક પાણીપુરી વાળો પોતાનો સ્ટોલ લઈને શાળાના કેમ્પસની અંદર ઉભો છે. વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે લાઈનમાં ઉભા રહીને આ મનપસંદ સ્ટ્રીટ ફૂડની મજા માણી રહ્યા છે. દરેક વિદ્યાર્થીને અંદાજે 5 થી 6 પાણીપુરી પીરસવામાં આવી હતી.

સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિસાદ

આ વીડિયો વાયરલ થતા જ યુઝર્સ દ્વારા વિવિધ પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે:

એક યુઝરે ચિંતા વ્યક્ત કરતા લખ્યું, આ સ્વાસ્થ્યપ્રદ નથી. સાંજના નાસ્તા માટે ઠીક છે, પણ ભોજન તરીકે નહીં.

બીજા યુઝરે રમુજમાં કહ્યું, હવે તો બાળકો રોજ નવા નવા પકવાનની આશાએ શાળાએ આવશે.

કેટલાક યુઝર્સે સૂચન આપ્યું કે, ગેસ ન હોય ત્યારે લાકડા પર રસોઈ કેમ કરવી તે વિદ્યાર્થીઓને શીખવવું જોઈએ.

તો વળી અન્ય લોકોએ રાજ્ય સરકાર પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે, સરકારી શાળાઓમાં સિલિન્ડર પૂરા પાડવા એ સરકારની જવાબદારી નથી?

તાજેતરમાં જ શનિવારે, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે જાહેરાત કરી છે કે તમામ ઘરેલું LPG ગ્રાહકોએ તેમનું બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન (e-KYC) પૂર્ણ કરવું ફરજિયાત છે. મંત્રાલયે જણાવ્યું છે કે આ વેરિફિકેશન ઓઈલ માર્કેટિંગ કંપનીની મોબાઈલ એપ અને ‘Aadhaar FaceRD’ એપ દ્વારા ઘરે બેઠા કરી શકાય છે. ગ્રાહકોને સહાય માટે હેલ્પલાઇન નંબર અને ડિસ્ટ્રિબ્યુટરનો સંપર્ક કરવા પણ જણાવાયું છે.

દિલ્હીમાં રેસ્ટોરન્ટ બંધ, બ્લેક માર્કેટિંગનો આક્ષેપ

ગેસની તંગીની અસર માત્ર બંગાળમાં જ નહીં, પરંતુ દેશની રાજધાનીમાં પણ જોવા મળી છે. દક્ષિણ દિલ્હીમાં એક રેસ્ટોરન્ટને રાંધણ ગેસના અભાવે કામચલાઉ ધોરણે બંધ કરી દેવામાં આવી છે. રેસ્ટોરન્ટના માલિક ગગનદીપ સિંહે આક્ષેપ કર્યો હતો કે બજારમાં ગેસની અછતને કારણે કાળાબજાર થઈ રહ્યા છે અને કેટલાક વેપારીઓ એક સિલિન્ડરના ₹5,000 સુધીની માંગણી કરી રહ્યા છે.

error: Content is protected !!