17.jpg?w=1110&ssl=1)
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code – UCC)ના અમલ માટે એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં રચાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિએ આજે માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ત્રણ વોલ્યુમમાં તૈયાર કરેલો ડ્રાફ્ટ અહેવાલ સોંપ્યો છે.
આ ડ્રાફ્ટ અહેવાલમાં લગ્ન, છૂટાછેડા, વારસાગત મિલકત અને દત્તક લેવા જેવા મુદ્દાઓ પર તમામ ધર્મ અને સમુદાય માટે સમાન કાયદાકીય માળખું સૂચવવામાં આવ્યું છે. સમિતિએ ઝીણવટભર્યા અભ્યાસ, રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાતો, લોકઅભિપ્રાયોના સંગ્રહ અને વ્યાપક ચર્ચાવિચારણા પછી આ અહેવાલ તૈયાર કર્યો છે.
હસ્તાંતરણ સમારંભ દરમિયાન સમિતિના સલાહકાર તથા નિવૃત્ત વરિષ્ઠ આઈએએસ અધિકારીઓ સહિત સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ અહેવાલ સોંપવાની પ્રક્રિયા ગાંધીનગરમાં યોજાઈ હતી.
આ પગલું ગુજરાતને ઉત્તરાખંડ પછી UCC અમલ કરનાર બીજું રાજ્ય બનાવવાની દિશામાં મહત્વનું માનવામાં આવે છે. સરકાર હવે આ અહેવાલનો વિચાર કરીને આગળના પગલાં લેશે.