fbpx

શેરબજારમાં કમાવવાની મોટી લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરવનારો ઝડપાયો

Spread the love

શેરબજારમાં કમાવવાની મોટી લાલચ આપીને કરોડોનું ફુલેકુ ફેરવનારો ઝડપાયો

આંતરરાષ્ટ્રીય સ્તરની ટ્રેડિંગ ગેંગના મુખ્ય સૂત્રધાર અલ્પેશ વઘાસીયાને સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઇમ સેલે દબોચી લીધો છે. શેર ટ્રેડિંગ અને કરન્સી ટ્રેડિંગના નામે કરોડો રૂપિયાનું ફૂલેકુ ફેરવનાર આ આરોપી દુબઈમાં બેસીને નેટવર્ક ચલાવતો હતો. અલ્પેશ માત્ર ધોરણ 9 સુધી જ ભણેલો છે, છતાં તેણે 1500 કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન ધરાવતું આખું સાયબર સામ્રાજ્ય ઊભું કરી દીધું હતું.

આ આરોપી મૂળ રાજકોટના ગોંડલનો વતની છે અને સુરતના વેલંજા વિસ્તારમાં આલીશાન બંગલામાં રહેતો હતો.

આરોપીઓએ ઉત્રાણ અને રાજકોટમાં લક્ઝુરિયસ ઓફિસો ખોલી હતી. લોકોને મલ્ટી લેવલ માર્કેટિંગ (MLM) ની સ્કીમોમાં ફસાવવામાં આવતા હતા. કોઈ પણ વેલિડ લાયસન્સ વગર તેઓ કરન્સી ટ્રેડિંગ અને શેર ટ્રેડિંગમાં ઉંચા વળતરની લાલચ આપતા હતા. રોકાણકારોના નાણાં આંગડિયા અને શેલ કંપનીઓના બેંક એકાઉન્ટ મારફતે સીધા દુબઈ મોકલી આપવામાં આવતા હતા.

error: Content is protected !!