fbpx

ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

Spread the love

ચૈત્ર નવરાત્રી: ગુરુવારથી થશે શક્તિની આરાધનાનો પ્રારંભ, જાણો શુભ મુહૂર્ત, પૂજાવિધિ

હિંદુ ધર્મમાં અત્યંત પવિત્ર મનાતી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ આવતીકાલથી થઈ રહ્યો છે. નવ દિવસ સુધી ચાલતો આ મહોત્સવ આદ્યશક્તિ મા દુર્ગાના નવ સ્વરૂપોને સમર્પિત છે. ખાસ વાત એ છે કે આ દિવસથી જ હિંદુ નવવર્ષની શરૂઆત પણ થાય છે. આ પર્વ અધર્મ પર ધર્મના વિજયનો સંદેશ આપે છે. ભક્તો આ નવ દિવસો દરમિયાન ઉપવાસ, પૂજા-પાઠ અને અનુષ્ઠાન કરીને માતાજીના આશીર્વાદ મેળવે છે.

ચૈત્ર નવરાત્રી 2026નું પંચાંગ

દ્રિક પંચાંગ અનુસાર, વર્ષ 2026માં ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થશે અને 27 માર્ચ (રામ નવમી) ના રોજ સંપન્ન થશે. આ નવ દિવસોમાં દરરોજ માતાજીના અલગ-અલગ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે, જેમાં દરેક દિવસ માટે ખાસ રંગ અને ભોગનું મહત્વ હોય છે.

ઘટસ્થાપન (કલશ સ્થાપના) ના શુભ મુહૂર્ત

ચૈત્ર માસની પ્રતિપદા તિથિ 19 માર્ચના રોજ સવારે 6:52 કલાકે શરૂ થશે અને 20 માર્ચના રોજ સવારે 4:52 કલાકે પૂર્ણ થશે. આથી ઘટસ્થાપન માટે નીચે મુજબના મુહૂર્ત શ્રેષ્ઠ છે:

  • પ્રથમ મુહૂર્ત: સવારે 6:52 થી સવારે 7:43 સુધી.
  • અભિજિત મુહૂર્ત: બપોરે 12:05 થી બપોરે 12:53 સુધી.
02

કેવી રીતે કરશો કલશ સ્થાપના? (પૂજાવિધિ)

1. શુદ્ધિ: પૂજા શરૂ કરતા પહેલા સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો અને પૂજા સ્થાનને સાફ કરો.

2. સ્થાપના: એક લાકડાની ચોકી (બાજોઠ) પર લાલ કપડું બિછાવી માતાજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો.

3. કલશ સ્થાપના: ચોકી પર પાણીથી ભરેલો કલશ મૂકો. કલશ પર આસોપાલવ કે આંબાના પાન રાખી તેના પર નાળિયેર સ્થાપિત કરો.
4. દીપ-ધૂપ: માતાજી સમક્ષ શુદ્ધ દેશી ઘીનો દીવો પ્રગટાવો અને ફૂલોની માળા અર્પણ કરો.

5. ભોગ: ફળ, સુકો મેવો, મીઠું પાન, સોપારી, લવિંગ અને ઈલાયચીનો ભોગ ધરાવો.

6. શણગાર: માતાજીને ઓછામાં ઓછી સાત શણગારની વસ્તુઓ (ચૂંદડી, બંગડી વગેરે) અર્પણ કરો.

7. પાઠ: મંત્રોચ્ચાર સાથે માતાજીનું આહ્વાન કરો અને દુર્ગા સપ્તશતી તેમજ દુર્ગા ચાલીસાના પાઠ કરો. સાંજે પણ આરતી અને ભોગ અર્પણ કરી સાત્વિક ભોજન લેવું.

01

ઘટસ્થાપન માટે જરૂરી સામગ્રી

પૂજાની સંપૂર્ણ ફળશ્રુતિ માટે નીચેની સામગ્રી તૈયાર રાખવી:

  • લાકડાની ચોકી અને લાલ કપડું.
  • માટીનું પાત્ર અને માટીનો કલશ.
  • પવિત્ર સ્થાનની માટી અને 7 પ્રકારના ધાન્ય (જવ વગેરે).
  • ગંગાજળ, નાડાછડી (મોલી), સોપારી અને અક્ષત (આખા ચોખા).
  • આંબા અથવા આસોપાલવના પાન.
  • જટાવાળું નાળિયેર.
  • પુષ્પ અને પુષ્પમાળા.
error: Content is protected !!