fbpx

કતારના ગેસ પ્લાન્ટની દુર્ઘટનામાં દક્ષિણ ગુજરાતના 4 યુવાનનો પત્તો નથી

Spread the love

કતારના ગેસ પ્લાન્ટની દુર્ઘટનામાં દક્ષિણ ગુજરાતના 4 યુવાનનો પત્તો નથી

કતારમાં એક મોટી દુર્ઘટના બની છે જેને કારણે દક્ષિણ ગુજરાતના પરિવારોમાં ચિંતાના માહોલ ફેલાયો છે. કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ રાસ લાસનના LNG પ્રોડક્શન અને એક્સ્પોર્ટ હબમાં રવિવારે સાંજે એક બ્લાસ્ટ થયો હતો જેમાં કુલ 13 લોકોના મોત થયા જેમાંથી 12 ભારતીય હોવાનું મીડિયા રિપોર્ટસમાં કહેવમાં આવી રહ્યું છે. 66 લોકોને ઇજા થઇ છે.

સુરતનો એક નવસારીના 2 અને દમણના એક યુવકનો હજુ પત્તો લાગ્યો નથી. સુરતનો સની ચંપકલાલ પટેલની નાઇટ ડ્યુટી હતી અને પ્લાન્ટને ફરી રિસ્ટાર્ટ કરવા માટેં સની ગયો હતો, પરંતુ તેનો કોઇ પત્તો નથી. સની પટેલ હજુ 6 મહિના પહેલા જ કતાર નોકરી કરવા પહોંચ્યો હતો. તેનો ભાઇ રવિ ઘણા વર્ષોથી કતારમાં નોકરી કરે છે.

Leave a Reply

error: Content is protected !!