fbpx

RSS મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે

Spread the love

RSS  મોટા બદલાવો કરવા જઇ રહ્યુ છે

દેશભરમાં 40 લાખથી વધારે સભ્યો અને 83 હજારથી વધારે શાખા ધરાવતું રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (RSS) હવે પોતાના માળખામાં ધરખમ ફેરફારો કરવા માટે જઇ રહ્યું છે. RSSના 100 વર્ષની અત્યારે ઉજવણી ચાલી રહી છે.

રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં જે બદલાવો થવાના છે તેમાં પ્રદેશ-પ્રાંત પ્રચારકનું પદ સંપૂર્ણપણે ખતમ કરી દેવામાં આવશે. તેની જગ્યાએ રાજ્ય પ્રચારકની નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. એક રાજ્યમાં એક પ્રચારક.

ક્ષેત્રોની સંખ્યા 11થી ઘટાડીને 9 કરવામાં આવશે. સંભાગ પ્રચારકોની સંખ્યા મોટા પાયે વધારવામાં આવશે. મતલબ કે RSS હવે ગામડા લેવલે કાર્યકરોને વધારે મજબુત બનાવવા માંગે છે. ઉચ્ચ સ્તરના અધિકારીઓની સંખ્યામાં ઘટાડો કરવામાં આવશે.RSSના 100 વર્ષના ઇતિહાસમાં આ બીજો સૌથી મોટો બદલાવ હશે.

error: Content is protected !!