fbpx

પ્રાંતિજ ખાતે સાત વર્ષ ની મુસ્લિમ બાળકીએ પવિત્ર રમઝાન માસમા તમામ રોઝા અદા કર્યા

Spread the love

પ્રાંતિજ ખાતે સાત વર્ષ ની મુસ્લિમ બાળકીએ પવિત્ર રમઝાન માસમા તમામ રોઝા અદા કર્યા
– સાત વર્ષ ની નજફબાનુએ પ્રથમ વખત રોઝા રાખ્યા
– રમઝાન માસમા રોજા કરી નમાજ અદા કરે છે
– તેના માતા-પિતા પણ દીકરીની ધાર્મિક પ્રવૃત્તિથી ખુશ છે
– સાત વર્ષની નજફબાનુ ધોરણ એક મા અભ્યાસ કરે છે
– ભણવામા પણ ખુબજ હોશિયાર છે
 


સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ના બારકોટ વિસ્તાર મા રહેતી  સાત વર્ષ ની મુસ્લિમ બાળકી નજફબાનુ દ્રારા પવિત્ર રમઝાન મા તમામે-તમામ રોઝા અદા કરીને ધાર્મિક પરંપરા નિભાવી હતી


પ્રાંતિજ બારકોટ વિસ્તાર માં રહેતા નોવેજ ખાન પઠાણ ની સાત વર્ષ ની પુત્રી નજફબાનુએ પવિત્ર રમઝાન માસમા તમામે તમામ રોઝા ગરમી મા પણ આકરા ઉપવાસ કરીને ખુદાની ઇબાદત કરી હતી તો આવી કાળજાળ ગરમી ની સીઝન મા  માણસ પાણી વગર પણ રહી શકતો નથી ત્યા આ સાત વર્ષ ની અને ધોરણ- એક માં પ્રાંતિજ સંસ્કાર વિધાલય  માં અભ્યાસ કરતી આ બાળકીએ રમઝાન માસમા આકરા ઉપવાસ એટલે કે રોઝા રાખીને ધર માજ રહીને નમાજ અદા કરે છે અને ધાર્મિક પરંપરા ને પૂર્ણ કરી હતી જયારે નજફબાનુ દ્રારા  પ્રથમ વખત રમઝાન માસ મા રોજા રાખવામા આવ્યા છે

જ્યારે સાત વર્ષ ની નજફબાનુ દ્રારા રમઝાન માસ ના ૩૦ રોઝા રાખી નમાજ પણ અદા કરે છે તો નજફબાનુ આટલી નાની ઉંમરે રોઝા રાખતા તેના માતા-પિતા દાદી કાક-કાકી પણ ગૌરવ અનુભવે છે તો નજફબાનુ ભણવામા પણ ખુબજ હોશિયાર છે તો તેના માતા-પિતા પણ દિકરી ના  આ ધાર્મિક કાર્યથી ખુશ છે અને  નજફબાનુ ના માતા-પિતા પોતાના દિકરી નો અલ્લા પ્રત્યે અને ધર્મ પ્રત્યે ના પ્રેમને લઈને ખુશ છે ત્યારે હાલતો નજફબાનુ દ્રારા નાની ઉંમરે રોઝા રાખી માતા પિતા તથા પરિવાર અને સમાજ નુ નામ પણ રોશન કર્યુ છે

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!