fbpx

કોણ છે ગૌરક્ષક બાબા ચંદ્રશેખર? જેમનો જીવ જતા મથુરામાં મચ્યો છે મહાસંગ્રામ?

Spread the love

કોણ છે ગૌરક્ષક બાબા ચંદ્રશેખર? જેમનો જીવ જતા મથુરામાં મચ્યો છે મહાસંગ્રામ?

મથુરા શ્રદ્ધાની ભૂમિ છે. અહીં, ભગવાન કૃષ્ણની ભક્તિથી દૂર-દૂરના લોકો આકર્ષાય છે. જોકે, ઈદના દિવસે બનેલી ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. આજે, આ શ્રદ્ધાની ભૂમિ મથુરામાં શાંતિ નહીં; ગુસ્સો જોવા મળી રહ્યો છે. તેનું કારણ છે ‘ફરસા વાલે બાબા’  તરીકે જાણીતા ગૌરક્ષક સંત ચંદ્રશેખરનું મો*ત. ઘણા પ્રશ્નો છે- તેમનો જીવ કેવી રીતે ગયો? શું આ એક અકસ્માત હતો કે કોઈએ ખેલ કરી નાખ્યો? જો આમ હોય તો બાબાનું કાસળ કોણે કાઢી નાખ્યું અને શા માટે?

આ પ્રશ્નો વચ્ચે, રસ્તા પર અશાંતિ છે. દિલ્હી-આગ્રા હાઇવે ઠપ્પ છે, અને હજારો લોકો ઘટનાસ્થળ પર એકઠા થયા છે. વાહનોની લાંબી લાઇન લાગી છે, અને માહોલ દરેક ક્ષણે વધુ તણાવપૂર્ણ થતો જાય છે. વહેલી સવારના અંધારામાં બનેલી એક ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે. ગૌતસ્કરોનો પીછો કરતા બાબાના મૃ*ત્યુથી માત્ર એક જ વ્યક્તિનો જીવ ગયો નથી, પરંતુ એક મોટા વિવાદને જન્મ આપી દીધો છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ સમગ્ર મામલાની નોંધ લીધી છે, અને કહ્યું છે કે આરોપીઓને કોઈપણ સંજોગોમાં છોડવામાં નહીં આવે. મુખ્યમંત્રીએ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાના નિર્દેશો આપ્યા છે.

baba-chandrashekhar

આ ઘટના બાદ પરિસ્થિતિ ઝડપથી બગડી રહી છે. લોકોનો ગુસ્સો રસ્તાઓ પર ઉતરી આવ્યો છે. એવો આરોપ છે કે ગૌતસ્કરોએ બાબાને કચડીને કાસળ કાઢી નાખ્યું, જેના કારણે તેમનો જીવ જતો રહ્યો. એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ 3 અન્ય લોકો હજુ પણ ફરાર છે. આ દરમિયાન, ગૌરક્ષા કાર્યકરોએ હાઇવે બ્લોક કરી દીધો છે અને પોલીસ સામે પણ રોષ વ્યક્ત કર્યો હતો. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ કે પથ્થરમારો પણ થયો, જેના કારણે પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા હતા. આખો વિસ્તાર ભારે પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયો છે, અને દરેક વ્યક્તિ જાણવા માટે ઉત્સુક છે કે આખરે ‘ફરસા વાલે બાબા’ કોણ હતા અને તેમના મૃ*ત્યુ પાછળની અસલી કહાની શું છે?

કોણ હતા’ફરસા વાલે બાબા? તેમના મો*ત પર આટલો ગુસ્સો કેમ?

મથુરાના કોસીકલાં પોલીસ સ્ટેશનના નવીપુર ગામ નજીક આ ઘટના વહેલી સવારે 4:00 વાગ્યાની આસપાસ બની હતી. કહેવામાં આવી રહ્યું છે કે બાબા ચંદ્રશેખર તેમની મોટરસાઇકલ પર ગૌતસ્કરોનો પીછો કરી રહ્યા હતા. આ દરમિયાન, આરોપીઓએ કથિત રીતે વાહનથી તેમને કચડી નાખ્યા, જેથી તેમનો ઘટનાસ્થળે જ જીવ જતો રહ્યો હતો. આ ઘટનાના સમાચાર ફેલાતા જ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયું.

baba-chandrashekhar1

સ્થાનિક રહેવાસીઓએ એક આરોપીને પકડીને પોલીસને સોંપી દીધો, જ્યારે અન્ય ત્રણ લોકો ઘટનાસ્થળેથી ફરાર ગયા. પોલીસ હાલમાં તેમની શોધખોળ કરી રહી છે. જોકે, ધરપકડમાં વિલંબ અને ઘટનાની ગંભીરતાને કારણે લોકોનો ગુસ્સો વધી ગયો.. આ જ ગુસ્સો આખરે હાઇવે જામ અને હિંસક પ્રદર્શનો બદલાઈ ગયો.

આ ઘટના બાદ, દિલ્હી-આગ્રા હાઇવે પર ભારે ટ્રાફિક જામ થઈ ગયો અને સેકડો વાહન ફસાઈ ગયા અને વાહનવ્યવહાર પૂરી રીતે ઠપ્પ થઈ ગયો. પ્રદર્શનકારીઓ આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી રહ્યા છે. તો આ દરમિયાન, પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે; જોકે, ભીડને કાબૂમાં લેવી મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે.

પરિસ્થિતી ત્યારે બગડી ગઈ, જ્યારે કેટલાક પ્રદર્શનકારીઓએ પોલીસ પર પથ્થરમારો શરૂ કરી દીધો. ઘણા પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા અને વાહનોને નુકસાન થયું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે, પોલીસે ટીયર ગેસના શેલ છોડવા પડ્યા. હાલમાં, વિસ્તારમાં ભારે પોલીસ દળ તૈનાત છે, અને પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાના પ્રયાસો ચાલુ છે.

baba-chandrashekhar4

આ ઘટનાએ મથુરા-વૃંદાવન જેવા સંવેદનશીલ પ્રદેશમાં સુરક્ષા વ્યવસ્થા અંગે પણ પ્રશ્નો ઉભા કર્યા છે. લોકો પૂછી રહ્યા છે કે આખરે આવી ઘટનાઓને રોકવા માટે કયા નક્કર પગલાં લેવામાં આવી રહ્યા છે. ધાર્મિક સમુદાયે પણ આ ઘટના પર ઊંડો રોષ વ્યક્ત કર્યો છે.

હાલમાં, પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. પોલીસ અને વહીવટીતંત્ર સામે મોટો પડકાર કાયદો-વ્યવસ્થા બનાવી રાખવા અને આરોપીઓની ઝડપી ધરપકડ કરવાનો છે. આ મામલો આગામી દિવસોમાં વધુ ગતિ પકડી શકે છે, કારણ કે તે માત્ર હ*ત્યા નથી, પરંતુ લાગણીઓ સાથે ઊંડે સુધી સંકળાયેલો મુદ્દો બની ચૂક્યો છે.

error: Content is protected !!