fbpx

12 પાસ 400 કરોડના કૌભાંડ સાથે જોડાયેલો આખરે પકડાયો,વર્ષે 60% રિટર્નની લાલચ આપી ઠગતો

Spread the love

12 પાસ 400 કરોડના કૌભાંડ સાથે જોડાયેલો આખરે પકડાયો,વર્ષે 60% રિટર્નની લાલચ આપી ઠગતો

સુરત ક્રાઇમ સેલને વધુ એક મોટી સફળતા મળી છે. સુરત ક્રાઇમ સેલે આ આરોપીએ ફોરેક્સ ટ્રેડિંગમાં રોકાણ કરીને દર મહિને 5-6 ટકા પ્રોફિટ કમાવાની લાલચ આપીને ઠગી કરનાર આરોપી સોમપુરી કિશનપુરી ગોસ્વામી નામના શખ્સને વડોદરાથી દબોચ્યો હતો. આ ગુનાની તપાસમાં દુબઈ બેઠેલા કુખ્યાત ઠગ લવિશ ચૌધરીનું નામ ખુલતા પોલીસ પણ ચોંકી ઉઠી છે. પકડાયેલો આરોપી સોમપુરી ગોસ્વામી માત્ર 12મુ ભણેલો છે, પરંતુ તેના સંપર્ક સીધા દુબઈમાં બેઠેલા લવિશ ચૌધરી સાથે છે. લવિશ ચૌધરી એ જ વ્યક્તિ છે જેના પર અગાઉ EDએ  મોટી કાર્યવાહી કરી હતી અને 400 કરોડ રૂપિયા ફ્રીઝ કર્યા હતા.  

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ, આરોપી સોમપુરી અગાઉ રેસ્ટોરાં ચલાવતો હતો, પરંતુ કોરોનકાળમાં તેનો વ્યવસાય ઠપ થઈ ગયો હતો. આર્થિક સંકડામણના કારણે તે રાજસ્થાનના દીપક ગોસ્વામીના સંપર્કમાં આવ્યો હતો. સોમપુરી રાજસ્થાનમાં એક કબડ્ડી ટૂર્નામેન્ટ દરમિયાન લવિશના સંપર્કમાં આવ્યો હતો. દીપક ગોસ્વામીએ સોમપુરીની મુલાકાત લવિશ ચૌધરી સાથે કરાવી હતી. ત્યારબાદ તે લવિશના ઈશારે ભારતમાં નેટવર્ક બિછાવી ફોરેક્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગના નામે લોકો સાથે કરોડોની ઠગી કરતો હતો. 2023થી સોમપુરી આ ઠગાઈના નેટવર્કમાં સક્રિય થયો હતો અને ટૂંકા સમયમાં વિદેશ પ્રવાસો કરી લવિશનો ખાસ વિશ્વાસુ બની ગયો હતો. હાલમાં પોલીસ ફરાર આરોપી દીપક ગોસ્વામીની પણ શોધખોળ કરી રહી છે.

sompuri1

તપાસમાં જાણવા મળ્યું કે, આરોપીએ BOTALPHA.ME નામની વેબસાઇટ પર એકાઉન્ટ બનાવી ફરિયાદી પાસેથી હપ્તે-હપ્તે કુલ 56,92,480 રૂપિયા તફડાવી લીધા હતા. લવિશ ચૌધરીની ગેંગની કાર્યપદ્ધતિ અત્યંત વ્યવસ્થિત હતી. તે ભારતના મધ્યમ વર્ગના લોકોને ટારગેટ કરીને તેમને દુબઈ કે થાઈલેન્ડના પ્રવાસે લઈ જતા હતા. ત્યાં વૈભવી હોટલોમાં રોકાણ કરાવી મોટી ઇવેન્ટ્સ દ્વારા એવું ચિત્ર ઉભું કરતા હતા કે તેમની કંપની આંતરરાષ્ટ્રીય સ્તરે સફળ છે. લોકો આ જોઈને પોતાની જિંદગીની મૂડી રોકી દેતા હતા. સુરતના કિસ્સામાં પણ ફરિયાદીને આવી જ રીતે વિશ્વાસમાં લઈને લાખો રૂપિયા ખંખેરી લેવામાં આવ્યા હતાં.

સાયબર સેલની તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે. ફરિયાદીએ જે 3 બેંક એકાઉન્ટઓમાં (એક્સિસ બેન્ક, SBI, IDFC) પૈસા ટ્રાન્સફર કર્યા હતા, તે એકાઉન્ટની NCCRP પોર્ટલ પર તપાસ કરતા જાણવા મળ્યું કે આ ખાતાઓ સામે દેશના વિવિધ રાજ્યોમાં કુલ 50 ફરિયાદ નોંધાયેલી છે. આ ખાતાઓમાં કુલ 10,02,76,635 રૂપિયાના ફ્રોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા છે. આ આંકડા પરથી સ્પષ્ટ થાય છે કે આ ગેંગે માત્ર સુરત જ નહીં, દેશભરમાં રોકાણકારોને ટારગેટ કર્યા છે.

sompuri3

DCP બિશાખા જૈને જણાવ્યું કે, ‘આરોપી સોમપુરી રોકાણકારોને ન માત્ર નફાની લાલચ આપતો, પરંતુ વધારાના ગિફ્ટ તરીકે ‘TLC Coin’ આપવાની લાલચ આપતો હતો. તેણે ફરિયાદીને વિશ્વાસ અપાવ્યો હતો કે આ Coinના 2 ટકા દર મહિને રોકડમાં ઉપાડી શકાશે. આ આખી સિસ્ટમમાં સોમપુરીને રોકાણકારોના નફા પર 10 ટકા જેટલું તગડું કમિશન મળતું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, સોમપુરીને દર મહિને અંદાજે 1,50,000 રૂપિયા જેટલું કમિશન આ ઠગાઈના નેટવર્કમાંથી મળતું હતું, જે તેને લવિશ ચૌધરીના માધ્યમથી પ્રાપ્ત થતું હતું.’

સાયબર ક્રાઈમના અધિકારીઓએ જણાવ્યું કે, ‘સોમપુરીની ધરપકડ બાદ હવે ટેકનિકલ સર્વેલન્સના આધારે અન્ય આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. દીપક ગોસ્વામી અને લવિશ ચૌધરીના અન્ય ભારતીય ઇસમો જેઓ બેંક એકાઉન્ટ પૂરા પાડતા હતા અથવા કમિશન એજન્ટ તરીકે કામ કરતા હતા, તેમની યાદી તૈયાર કરવામાં આવી છે. વડોદરાના બિલ ગામમાં રહેતા સોમપુરી પાસેથી પોલીસને કેટલાક મહત્ત્વના ડિજિટલ પુરાવા પણ મળ્યા છે જે તપાસમાં ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે.’

error: Content is protected !!