.jpg?w=1110&ssl=1)
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા બિલ વિધાનસભામાં પસાર કરી દેવામાં આવ્યું હવે સરકાર જાહેરનામું બહાર પાડશે અને એમાં જે તારીખ નક્કી થઇ હશે ત્યારથી કાયદો અમલમાં આવશે.
ગુજરાત સહિત દેશભરમાં વિવિધ ધર્મના લોકોના અલગ અલગ કાયદા હોવાને કારણે કોર્ટમાં લાખો કેસો ચાલી રહ્યા છે. આ જટીલતા દુર કરવા માટે UCC કાયદો જરૂરી બન્યો હતો.
લગ્ન માટે લોહીનો સંબંધ હોય તેવી વ્યક્તિ સાથે લગ્ન ન થઇ શકે. 2 મહિનામાં નોંધણી કરાવવી પડશે. લીવ-ઇનમાં નોંધણી ફરજિયાત, 21 વર્ષની ઓછી વયની વ્યક્તિ લીવ- ઇનમાં હશે તો પેરન્ટસને જાણ કરવી પડશે. આ સિવાય વારસાઇ મિલ્કત માટેના નવા કાયદા પણ બન્યા છે.
