fbpx

‘ઈરાન આ યુદ્ધ નહીં હારે, ભારતે…’, ભૂતપૂર્વ RAW ચીફે યુદ્ધનું પરિણામ જણાવી દીધું

Spread the love

'ઈરાન આ યુદ્ધ નહીં હારે, ભારતે...', ભૂતપૂર્વ RAW ચીફે યુદ્ધનું પરિણામ જણાવી દીધું

‘રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ’ (RAW)ના ભૂતપૂર્વ ચીફ અમરજીત સિંહ દુલતે દાવો કર્યો છે કે ઈઝરાયલ અને અમેરિકા સાથે ચાલી રહેલા યુદ્ધમાં ઈરાન નહીં હારે. તેમણે કહ્યું કે ઈરાન અને ભારત વચ્ચેના સંબંધો ખૂબ જૂના છે, અને ભારત હંમેશાં ઈરાનની સાથે ઉભું રહ્યું છે. આ વખતે પણ, ભારતે ઈરાનનો સાથ આપવો જોઈએ.

amarjit singh dulat

મીડિયા સાથે વાત કરતા ભૂતપૂર્વ RAW ચીફે કહ્યું કે, ‘આ સંઘર્ષ ખૂબ જૂનો છે અને છેલ્લા 20-25 વર્ષથી ચાલી રહ્યો છે. આપણે હંમેશાં ઈરાનની સાથે રહ્યા છીએ, અને ઈરાન હંમેશાં આપણી સાથે ઉભું રહ્યું છે. એટલે આપણે ઈરાન સાથે ઉભું રહેવું જોઈએ. ઈરાન આ યુદ્ધ નહીં હારે… ભારતની ભૂમિકા યોગ્ય રહેશે.’

બીજી તરફ, ભારતના વિદેશ મંત્રી, એસ. જયશંકરે જણાવ્યું છે કે ભારત સ્ટ્રેટ ઓફ હોર્મુઝને ફરીથી ખોલવા માટે ઈરાન સાથે વાતચીત કરી રહ્યું છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં જયશંકરે કહ્યું હતું કે, ‘ભારત અને ઈરાન વચ્ચે એક સંબંધ છે; એક-બીજા સાથે લેવડ-દેવડનો ઇતિહાસ રહ્યો છે. અમે આ સંઘર્ષને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ માનીએ છીએ. આ તો માત્ર શરૂઆત છે. આ ક્ષેત્રમાં આપણાં અન્ય ઘણા જહાજો છે. એટલે, વાતચીત સતત ચાલુ છે.’

આ અગાઉ 12 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન સાથે વાત કરી હતી. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદ પહેલો અવસર હતો, જ્યારે બંને નેતાઓ વચ્ચે સીધી વાતચીત થઈ હતી. આ ફોન કોલ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય નાગરિકોની સુરક્ષા પર ભાર મૂક્યો હતો. સાથે જ એમ પણ કહ્યું કે, સામાન અને ઉર્જા પુરવઠાની સરળ અવરજવર ભારતની મુખ્ય પ્રાથમિકતાઓ છે.

S-Jaishankar

પશ્ચિમ એશિયામાં ઈરાન સાથે અમેરિકા અને ઇઝરાયલનું યુદ્ધ હવે ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે. ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના વડા અલી લારીજાનીએ હવાઈ હુમલામાં ઈજવ ગુમાવ્યો હતો. ત્યારબાદ, ઈરાને તેનો બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. તો, ટ્રમ્પ મધ્ય-પૂર્વમાં હજારો અમેરિકન સૈનિકો તૈનાત કરવાનું પણ વિચારી રહ્યા છે, જેના કારણે આ અઠવાડિયે સંઘર્ષનો અંત આવે તેવી શક્યતા ઓછી છે.

error: Content is protected !!