fbpx

શું સાઉથના સુપર સ્ટાર વિજય તમિલનાડુમાં NDA સાથે ગઠબંધન કરશે?

Spread the love

શું સાઉથના સુપર સ્ટાર વિજય તમિલનાડુમાં NDA સાથે ગઠબંધન કરશે?

તાજેતરમાં જ ભારતના ચૂંટણી પંચે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે 23 એપ્રિલની તારીખ જાહેર કરી છે. તમિલનાડુમા કુલ 234 બેઠકો છે. 2 વર્ષ પહેલા એવું ચિત્ર હતુ કે, DMK અને NDA વચ્ચે ટકકર હતી, પરંતુ એ પછી સાઉથની ફિલ્મના સુપર સ્ટાર થલાપતિ વિજયની પાર્ટી TVKની એન્ટ્રી થવાને કારણે ચિત્ર બદલાઇ ગયું છે. હવે ત્રિપાંખિયો જંગ થવાનો છે.

તમિલનાડુમાં NDAમાં AIADMK,BJP, PMK, AMMK જેવી પાર્ટીઓ છે. આમ તો વર્ષોથી તમિલનાડુમાં DMKનું રાજ છે. પરંતુ દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ વિજયની પાર્ટી સાથે ગઠબંધન કરવા માટે NDA ભારે પ્રયાસ કરી રહ્યું છે. વિજય પર CBIની તપાસ ચાલે છે અને પત્નીએ છુટાછેડાનો કેસ પણ મુકેલો છે એટલે NDA ગઠબંધન કરવા દબાણ કરી રહ્યું છે.

error: Content is protected !!