fbpx

મહિલા રાતોરાત કરોડપતિ બની! ખાતામાં જમા થયા 10 કરોડ, તેણે કહ્યું- ‘ભાઈ, જેના હોય તે લઇ જાય, મારે નથી જોઈતા…’

Spread the love

મહિલા રાતોરાત કરોડપતિ બની! ખાતામાં જમા થયા 10 કરોડ, તેણે કહ્યું- 'ભાઈ, જેના હોય તે લઇ જાય, મારે નથી જોઈતા...'

ઉત્તર પ્રદેશના મૈનપુરીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક મહિલાના બેંક ખાતામાં અચાનક કરોડો રૂપિયા આવી ગયા. પહેલા ફક્ત 45 હજાર રૂપિયા જ ખાતામાં હતા અને તેના 9 કરોડ 99 લાખ 49 હજાર 586 રૂપિયા જોઈને પરિવાર ચોંકી ગયો. જોકે, મહિલાએ પ્રામાણિકતા દાખવીને હજુ સુધી એક પણ રૂપિયો ઉપાડ્યો નથી.

બિછવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવગંજ ગામમાં આ ઘટના બની. અહીં એક ખૂબ જ રસપ્રદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. દેવગંજ ગામની રહેવાસી સીતા દેવીને ગુરુવારે તેના મોબાઇલ ફોન પર એક મેસેજ મળ્યો ત્યારે તે ચોંકી ગઈ. તે પરિવારના અન્ય સભ્યો સાથે ખેતરમાં ઘઉંની કાપણી કરી રહી હતી. બેંક ઓફ ઇન્ડિયાની સુલતાનગંજ શાખામાં ખાતું ધરાવતી સીતા દેવી અચાનક ચર્ચામાં આવી ગઈ જ્યારે તેને તેના મોબાઇલ ફોન પર કરોડો રૂપિયા જમા થયા હોવાનો મેસેજ મળ્યો. શરૂઆતમાં, તેને લાગ્યું કે કદાચ કોઈએ મજાક કરી હશે કે ટેકનિકલ ખામી હશે. તેણે તરત જ તેના પતિને ફોન કર્યો અને આખી વાત કહી.

Woman Bank Account

મહિલાના ખાતામાં શરૂઆતમાં ફક્ત રૂ. 45,000 હતા. જ્યારે તેનો પુત્ર ATMમાં ​​બેલેન્સ ચેક કરવા ગયો, ત્યારે તે રૂ. 9,99,49,586 (આશરે રૂ. 10 કરોડ) બેલેન્સ જોઈને દંગ રહી ગયો.

પરિવારને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો અને તેણે પોતાના મોબાઇલ ફોન પર ATM સ્ક્રીનનો વીડિયો ઉતાર્યો, જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આટલી મોટી રકમ હોવા છતાં, મહિલા અને તેનો પરિવાર લોભમાં ન આવ્યા. આ ઘટના પછી, પરિવારના અન્ય સભ્યોએ તેને સલાહ આપી કે સંપૂર્ણ માહિતી વિના તેના ખાતામાંથી કોઈ વ્યવહાર ન કરે. સીતા દેવીએ સમજદારી બતાવતા, આ બાબતે અધિકારીઓ સાથે પૂછપરછ કરવાનું અને બેંક જ્યારે ખુલે ત્યાર પછી જ આગળની કાર્યવાહી કરવાનું નક્કી કર્યું. મહિલાએ સ્પષ્ટતા કરી કે તેને બીજા કોઈના પૈસા જોઈતા નથી અને તે આખી રકમ પરત કરવા તૈયાર છે. પ્રામાણિકતા દર્શાવતા, તેણે ખાતામાંથી એક પણ રૂપિયો ઉપાડવાનો પ્રયાસ કર્યો નહીં.

Woman Bank Account

જ્યારે આ મામલો બેંક ઓફ ઈન્ડિયાની સુલતાનગંજ શાખાના મેનેજર સુધી પહોંચ્યો, ત્યારે તેમણે બતાવ્યું હતું કે, આ સમગ્ર ઘટના ટેકનિકલ ભૂલનું પરિણામ છે.

સિસ્ટમમાં ખામીને કારણે બેલેન્સ ખૂબ વધારે દેખાઈ રહ્યું હતું. બેંક અધિકારીઓનું કહેવું છે કે, જો મહિલા શાખાની મુલાકાત લેશે તો સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરી દેવામાં આવશે.

આ ઘટનાએ બેંકિંગ સિસ્ટમ પર પ્રશ્નો ઉભા કર્યા છે અને લોકોમાં આ વિશે અલગ અલગ પ્રકારની ચર્ચાઓને વેગ મળ્યો છે.

error: Content is protected !!