fbpx

પ્રાંતિજ સબજેલ ખાતે જિલ્લા પોલીસ વડાની સ્થળ મુલાકાત

Spread the love

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

પ્રાંતિજ સબજેલ ખાતે જિલ્લા પોલીસ વડાની સ્થળ મુલાકાત
– કેદીઓ સાથે વાતચીત કરી
– સ્વચ્છતા અને વ્યવસ્થા ના વખાણ કર્યા


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ નાની ભાગોળ સ્થિત સબજેલ ખાતે પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા અચાનક મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન તેમણે જેલના વિવિધ વિભાગોમાં રાઉન્ડ લઈને વ્યવસ્થાની સમીક્ષા કરી હતી

 પ્રાંતિજ વિસ્તાર મા આવેલ સબજેલ ખાતે જિલ્લા પોલીસ અધિક્ષક ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ દ્રારા સ્થળ મુલાકાત લેવામા આવી હતી જેમા જેલ વિઝિટ દરમિયાન પોલીસ અધિક્ષકે અંદર રહેલા આરોપીઓ સાથે સીધી વાતચીત કરી તેમની રજૂઆતો અને સમસ્યાઓ ધ્યાનપૂર્વક સાંભળી હતી તેમણે જેલમાં સુવિધાઓ, સુરક્ષા અને શિસ્ત અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો તો આ ઉપરાંત  પોલીસ અધિક્ષકે ઈન્ચાર્જ જેલર વી.આઈ. દેસાઈના માર્ગદર્શન હેઠળ જેલમાં જાળવવામાં આવતી સ્વચ્છતા અને વ્યવસ્થાના વખાણ કર્યા હતા તેમણે જેલ સ્ટાફને આ કામગીરી જાળવી રાખવા અને વધુ સુધારાઓ કરવા માટે પ્રોત્સાહિત પણ કર્યા હતા આ મુલાકાતને કારણે જેલ પ્રશાસનમાં સક્રિયતા જોવા મળી હતી અને સ્ટાફમાં ઉત્સાહનો માહોલ સર્જાયો હતો

જીલ રાવલ સાબરકાંઠા

error: Content is protected !!