પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ
પ્રાંતિજ પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન:
– જિલ્લા પોલીસ વડાએ પરેડની સલામી ઝીલી
– પોલીસ દરબાર યોજાયો
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનો કાર્યક્રમ યોજાયો હતો આ મુલાકાત દરમિયાન જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ સ્ટેશનની કામગીરી અને શિસ્તનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું



સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક એસ.પી ડૉ. પાર્થરાજસિંહ ગોહિલનું પોલીસ સ્ટેશન ખાતે આગમન થતા તેમનું પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ એસ.પી દ્વારા પોલીસ જવાનોની પરેડ નું ઝીણવટ ભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને સલામી ઝીલી હતી તો આ વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં ર્ડા.પાર્થરાજસિંહ ગોહિલ પોલીસ અધિક્ષક, સાબરકાંઠા , એ.કે.પટેલ ડી.વાય.એસ.પી. , એ.એમ. વાળા પોલીસ ઇન્સ્પેક્ટર, પ્રાંતિજ ઉપસ્થિત રહ્યા હતા તો પરેડ બાદ પોલીસ અધિક્ષક દ્વારા પોલીસ સ્ટેશનના હથિયારગૃહ, મુદ્દામાલ રૂમ તથા વહીવટી રેકર્ડની તપાસ કરવામાં આવી હતી અને પોલીસ દરબાર યોજાયો હતો પોલીસ સ્ટાફ સાથે સંવાદ કરી તેમની કામગીરી અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું અને કાયદો તથા વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા સૂચનાઓ આપી હતી આ પ્રસંગે પ્રાંતિજ પોલીસ સ્ટેશનનો તમામ સ્ટાફ શિસ્તબદ્ધ રીતે હાજર રહ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા