fbpx

પ્રાંતિજ નજીક પોગલુ ગામે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી સાથે મફત સારવાર કેમ્પ યોજાયો

Spread the love

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

પ્રાંતિજ નજીક પોગલુ ગામે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી સાથે મફત સારવાર કેમ્પ યોજાયો
– પોગલુ સહિત આજુ બાજુ ના લોકોએ લાભ લીધો
– અધિકારીઓ તથા મહંત ઉપસ્થિત રહ્યા


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના પોગલુ ગામ ખાતે  વિશ્વ હોમિયોપેથી દિવસ નિમિત્તે વારાહી મંદિર પરિસરમાં મફત હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી તથા મહા મંડલેશ્વર મંડલેશ્વર શ્રી સુનિલદાસજી મહારાજના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો


પ્રાંતિજ ના પોગલુ ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ ને લઈ ને કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ જેમા હાજર તબીબો દ્વારા હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વિવિધ સામાન્ય અને દીર્ઘકાલીન રોગો માટે મફત સારવાર અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતુંઆ કેમ્પનો લાભ લેવા માટે પોગલુ તેમજ આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આયોજનને લઇને ગ્રામજનોમાં સંતોષ અને ખુશીની લાગણી જોવા મળી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!