પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ
પ્રાંતિજ ના કમાલપુર ખાતે વિશ્વ હોમિયોપેથી દિવસ ની ઉજવણી કરવામા આવી
– બાળકો ગ્રામજનો મોટી સંખ્યામાંઉપસ્થિત રહ્યા
– ગ્રામજનોએ કેમ્પ નો લાભ લીધી
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના કમાલપુર ગામે વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી નિમિત્તે હોમિયોપેથી સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં ગામના બાળકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને આજુબાજુના વિસ્તારોમાંથી આવેલા લોકોએ ઉત્સાહભેર હાજરી આપી કેમ્પનો લાભ લીધો હતો





આ કાર્યક્રમનું આયોજન આયુષ નિયામક કચેરી, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા પંચાયત સાબરકાંઠાની આયુર્વેદિક શાખા દ્વારા કરવામાં આવ્યું હતું કેમ્પ દરમિયાન લોકોને હોમિયોપેથી સારવાર વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ મફત ચકાસણી અને દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું પ્રાંતિજ સરકારી હોમિયોપેથી દવાખાનાની ડૉ. અંકિતા મહીડા દ્વારા દર્દીઓને તબીબી સેવા પૂરી પાડવામાં આવી હતી કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ હાજરી આપી આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લીધો હતો જેને લઇને ગ્રામજનોમાં સંતોષની લાગણી વ્યક્ત થઈ હતી આ કેમ્પ દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય જાગૃતિ વધારવાનો અને હોમિયોપેથી સારવાર પ્રત્યે લોકોમાં વિશ્વાસ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો
જીલ રાવલ સાબરકાંઠા