fbpx

લગ્ન કરવાની ના પાડી તો પુરુષે HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન લગાવી દીધું; મહિલાએ ટૂંકાવ્યું જીવન

Spread the love
લગ્ન કરવાની ના પાડી તો પુરુષે HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન લગાવી દીધું; મહિલાએ ટૂંકાવ્યું જીવન

હૈદરાબાદમાં 24 વર્ષીય મહિલાએ જીવન ટૂંકાવી લીધું છે. ગયા મહિને લગ્ન કરવાનો ઇનકાર કર્યા બાદ એક પુરુષે તેને HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન આપી દીધું હતું. ત્યારબાદ મહિલાએ આ કઠોર પગલું ભર્યું હતું. આ ઘટના 11 માર્ચે બની હતી, જ્યારે આરોપી મનોહરે મહિલાના ઘરે બળજબરીથી HIV પોઝિટિવ લોહીનું ઇન્જેક્શન આપ્યું હતું. આ ઘટના મહિલાએ તેની સાથે લગ્ન કરવાની ના પાડ્યાના થોડા સમય બાદ બની હતી.

injection2

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી અને પીડિતા પરસ્પર સગા હતા અને પીડિતાના માતા-પિતાએ શરૂઆતમાં તેમની પુત્રીના લગ્ન તેની સાથે કરાવવાની યોજના બનાવી હતી. આરોપીના માતા-પિતા પહેલાથી જ HIV પોઝિટિવ હતા, એટલે મહિલાના માતા-પિતાએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં આ શખ્સનું વાયરસ માટે પરીક્ષણ કરાવ્યું હતું; તેનો પણ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ, મહિલાએ તરત જ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. આનાથી ગુસ્સે થઈને આરોપીએ તેને ઇન્જેક્શન આપી દીધું હતું. આ ઘટના બાદ, યુવતીને ખૂબ તાવ આવ્યો હતો, ત્યારબાદ તેના પરિવારે તેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને અહીં તેની સારવાર કરવામાં આવી હતી. પોલીસે મનોહરની ધરપકડ કરી લીધી છે.

injection1

આ ઘટનાના લગભગ એક મહિના બાદ, શુક્રવારે, મહિલા તેના ઘરમાં લટકતી હાલતમાં મળી આવી હતી. તેના પરિવારના સભ્યો તાત્કાલિક તેને સરકારી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મહિલા ગંભીર માનસિક પરેશાનીથી પીડાઈ રહી હતી. તપાસકર્તાઓનું માનવું છે કે પીડિતા રમાણી આ ઘટનાથી ઉદ્ભવેલા ભય, સામાજિક કલંક અને ભાવનાત્મક આઘાતનો સામનો કરવા માટે ખૂબ જ સંઘર્ષ કરી રહી હતી.

પોચારમ IT કોરિડોરના પોલીસ ઇન્સ્પેક્ટરે જણાવ્યું હતું કે, ‘અમને શંકા છે કે HIV સંક્રમણના માનસિક પ્રભાવે તેને આ આત્યંતિક પગલું ભરવા માટે મજબૂર કરી છે. જો કે, અમે કેસના તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ.’

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!