fbpx

ઋષિકેશમાં બજરંગ સેતુની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ, ઉદ્ઘાટન અગાઉ ‘તિરાડો’ પડી…; વાહનવ્યવહાર બંધ કરાયો

Spread the love
ઋષિકેશમાં બજરંગ સેતુની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ, ઉદ્ઘાટન અગાઉ 'તિરાડો' પડી...; વાહનવ્યવહાર બંધ કરાયો

ઉત્તરાખંડના ઋષિકેશ, ટિહરી અને પૌડી જિલ્લાઓને જોડવા માટે બનાવવામાં આવી રહેલા બજરંગ સેતુની ગુણવત્તા પર ફરી એકવાર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. પુલના કાચના ફૂટપાથમાં તિરાડો દેખાયા બાદ સાવચેતીના પગલા તરીકે બંને બાજુ વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ ત્રીજી વખત છે જ્યારે કાચના ફૂટપાથને નુકસાન થયું છે, જેનાથી બાંધકામ કાર્યની ગુણવત્તા અંગે ગંભીર શંકાઓ ઉભી થઈ ગઈ છે.

bajrang-setu2

એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રાયલ બાદ પુલનું અત્યાર સુધી સત્તાવાર રીતે ઉદ્ઘાટન થયું નથી, અને પ્રતિબંધ હોવા છતા લોકો ફૂટપાથ પર ચાલી રહ્યા છે. સાથે જ તિરાડો આવ્યા છતા, તે ખૂબ વજન સહન કરી શકે છે. જાહેર બાંધકામ વિભાગ, નરેન્દ્રનગરે વર્ષ 2022માં લક્ષ્મણ ઝુલા નજીક આ પુલનું બાંધકામ શરૂ કર્યું. લગભગ ₹69.20 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલો આ પુલ 132.30 મીટર લાંબો અને 5 મીટર પહોળો છે, જેની બંને બાજુ પારદર્શક કાચના ફૂટપાથ બનાવવામાં આવ્યા છે. જોકે હજુ સુધી પુલનું ઉદ્ઘાટન થયું નથી, પરંતુ સ્થાનિકો અને પ્રવાસીઓ છેલ્લા બે મહિનાથી પુલની અવરજવર કરી રાખી રહ્યા છે, લોકો કાચ પર ઉભા રહીને ફોટા અને સેલ્ફી લઈ રહ્યા છે. વારંવાર કાચ તૂટવાથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે, જેમણે બાંધકામ કાર્યની તપાસ અને જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

bajrang-setu

ઉલ્લેખનીય છે કે 92 વર્ષ જૂનો લક્ષ્મણ ઝુલા પુલ 16 એપ્રિલ, 2022ના રોજ સલામતીના કારણોસર બંધ કરવામાં આવ્યો હતો, અને આ પુલ તેના વિકલ્પના રૂપમાં બનાવવામાં આવી રહ્યો છે. હવે, તેના ઉદ્ઘાટન પહેલા જ બહાર આવેલી ખામીઓએ સમગ્ર પ્રોજેક્ટની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉભા કર્યા છે, જ્યારે સંબંધિત અધિકારીઓ કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળી રહ્યા છે.

PWD સચિવ ડૉ. પંકજ પાંડેએ ગુણવત્તા તપાસ અંગે કડક આદેશો આપ્યા છે. આજ તકના અહેવાલ મુજબ, પાંડેએ સ્પષ્ટતા કરી હતી કે 12 મીમી કાચના પાંચ સ્તરો છે, અને આ ટફન ગ્લાસ ખૂબ જ મજબૂત હોય છે. તિરાડ પડવા છતા કોઈને નુકસાન નહીં થઈ શકે. પ્રથમ દૃષ્ટિએ એવું લાગે છે કે કોઈએ તેને પથ્થરથી માર્યો છે. CCTV કેમેરા લગાવવામાં આવી રહ્યા છે, અને સંપૂર્ણ તપાસ થયા બાદ કાચને ચેક કર્યા બાદ જ કોને બજરંગ સેતુના પ્લેટફોર્મ પર જવા દેવામાં આવશે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!