fbpx

ઘરમાં દીકરીના લગ્ન…રસોઈ બનાવવાની ચિંતા… પિતાએ DMને કરી વિનંતી અને 24 કલાકમાં 20 ગેસ સિલિન્ડર આવી ગયા

Spread the love
ઘરમાં દીકરીના લગ્ન...રસોઈ બનાવવાની ચિંતા... પિતાએ DMને કરી વિનંતી અને 24 કલાકમાં 20 ગેસ સિલિન્ડર આવી ગયા

ઉત્તર પ્રદેશના સૌથી આધુનિક અને ઝડપથી વિકાસશીલ શહેરોમાંનું એક, નોઈડા-ગ્રેટર નોઈડા આ વિસ્તારમાં ગેસ સિલિન્ડરની તીવ્ર અછતે એક લાચાર પિતાના સપનાને ચકનાચૂર કરી નાખ્યા. તેમને તે મેળવવા માટે કલાકો અને ઘણે દૂર સુધી આમ તેમ ભટકવાની ફરજ પડી.

Marriage-Gas-Crisis1

ગ્રેટર નોઈડાના જિલ્લા મેજિસ્ટ્રેટે એક પિતાની દુર્દશાને ગંભીરતાથી લીધી અને 24 કલાકમાં તેનું નિરાકરણ લાવ્યું. આ ઘટના ગ્રેટર નોઈડાના ખાનપુર ગામમાં બની. ગામના રહેવાસી અનિલ ભાટી તેમની પુત્રીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત હતા. લગ્નની તારીખ 27 એપ્રિલ નક્કી કરવામાં આવી હતી. ઘરમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી, પરંતુ એક મોટી સમસ્યા ઊભી થઈ, લગ્ન સમારંભ માટે જરૂરી કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળતા ન હતા.

Marriage-Gas-Crisis

અનિલ ભાટીને લગ્ન સમારંભ માટે આશરે 20 કોમર્શિયલ ગેસ સિલિન્ડરની જરૂર હતી. તેમણે સ્થાનિક ગેસ એજન્સીઓનો સંપર્ક કર્યો, પરંતુ તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો. સમય પસાર થઇ રહ્યો હતો. ચિંતા વધતી જતી હતી. છેલ્લા ઉપાય તરીકે, તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટની મદદ લેવાનું નક્કી કર્યું.

ગુરુવારે, અનિલ ભાટીએ જિલ્લા મેજિસ્ટ્રેટ મેધા રૂપમનો સંપર્ક કર્યો અને લેખિતમાં પોતાની સમસ્યા રજૂ કરી. તેમણે સમજાવ્યું કે, જો સિલિન્ડર સમયસર ઉપલબ્ધ નહીં થાય, તો તેમની પુત્રીના લગ્નમાં એક મોટો અવરોધ બનશે.

Marriage-Gas-Crisis2
bhaskar.com

પિતાએ જિલ્લા મેજિસ્ટ્રેટને કહ્યું, ‘મારી પુત્રીના લગ્ન આ મહિનાની 27મી એપ્રિલે છે, પરંતુ ગેસ સિલિન્ડર ફક્ત કાળા બજારમાં જ ઉપલબ્ધ છે, ખૂબ જ મોંઘા ભાવે. લગ્નની તારીખ નજીક આવી રહી છે, પરંતુ ગેસ સિલેન્ડર વિના, મારી પુત્રીનું લગ્ન જીવન શરુ થાય તે પહેલાં જ ખરાબ થઈ જશે.’ તેમની આંખોમાં આંસુ આવી ગયા અને તેમના અવાજમાં નિરાશા ગુંજતી રહી, જે તેમની સમસ્યાની ગંભીરતા બતાવતી હતી. પિતાએ ચિંતા વ્યક્ત કરી કે, જો લગ્ન સમારોહ રદ કરવામાં આવે તો તેમની સામાજિક પ્રતિષ્ઠા કલંકિત થશે, જે મધ્યમ વર્ગના પરિવાર માટે એક અભિશાપરૂપ હોય છે.

Marriage-Gas-Crisis2

જિલ્લા મેજિસ્ટ્રેટ મેધા રૂપમે આ મુદ્દાને ગંભીરતાથી લીધો અને તાત્કાલિક સંબંધિત અધિકારીઓને અનિલ ભાટીને શક્ય તેટલી વહેલી તકે જરૂરી સિલિન્ડર પૂરા પાડવાનો નિર્દેશ આપ્યો. તેમણે અનિલ ભાટીને ખાતરી આપી કે તેમની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે.

Marriage-Gas-Crisis3

જિલ્લા મેજિસ્ટ્રેટ મેધા રૂપમના નિર્દેશોની તાત્કાલિક અસર જોવા મળી. શુક્રવારે માત્ર 24 કલાકની અંદર, અનિલ ભાટીને ગેસ એજન્સી તરફથી 20 કોમર્શિયલ સિલિન્ડર પૂરા પાડવામાં આવ્યા. સિલિન્ડર મળતાં, અનિલ ભાટી અને તેમના પરિવારે રાહતનો શ્વાસ લીધો. જિલ્લા મેજિસ્ટ્રેટનો આભાર વ્યક્ત કરતાં તેમણે કહ્યું કે, હવે લગ્ન સમારંભ દરમિયાન કોઈપણ પ્રકારની મુશ્કેલી નડશે નહીં. અનિલ ભાટીએ કહ્યું કે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટને તેમની સમસ્યા વિશે લેખિતમાં જાણ કરી હતી અને તેમને અપીલ કરી હતી. જેના પગલે, આજે જ સિલિન્ડરોની વ્યવસ્થા કરવામાં આવી હતી. અનિલ ભાટીએ જિલ્લા મેજિસ્ટ્રેટનો આભાર વ્યક્ત કર્યો.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

error: Content is protected !!