fbpx

સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર… યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

Spread the love
સૌથી સુંદર મહિલા અને 1 અબજ ડોલર આપો, નહિતર... યુગાન્ડાના આર્મી ચીફે તુર્કી પાસે કરી માંગ

આફ્રિકન રાષ્ટ્ર યુગાન્ડાના આર્મી ચીફ મુહૂઝી કૈનેરુગાબા ફરી એકવાર તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે ચર્ચામાં છે. આ વખતે તેમણે તુર્કી અંગે એક એવું નિવેદન આપ્યું છે, જેણે આંતરરાષ્ટ્રીય મંચ પર ખળભળાટ મચાવી દીધો છે. અહેવાલો અનુસાર, કૈનેરુગાબાએ તુર્કી પાસેથી 1 અબજ ડૉલરની માંગણી કરી છે. સાથે જ તેમણે કહ્યું કે એમ પણ કહ્યું કે તેમને તુર્કીની સૌથી સુંદર મહિલા જોઇએ છે. કૈનેરુગાબાએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો યુગાન્ડા અને તુર્કી વચ્ચેના સંબંધો બગડી શકે છે. તેમણે આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરી હતી; જોકે, પોસ્ટ્સ પછીથી કાઢી નાખવામાં આવી હતી.

યુગાન્ડાના આર્મી ચીફ જનરલ મુહૂઝી કૈનેરુગાબાએ તુર્કી પાસે બે માંગણીઓ કરી છે. પહેલી માંગ સોમાલીયામાં ઇસ્લામિક આતં*કવાદીઓ સામેની લડાઈમાં યુગાન્ડાના લશ્કરી યોગદાન માટે 1 અબજ ડૉલર અને તેમની બીજી માંગ છે તે દેશની સૌથી સુંદર મહિલાને સોંપી દેવામાં આવે, જેને કૈનેરુગાબાએ પોતાની પત્ની ગણાવી.

11

કૈનેરુગાબાએ એમ પણ કહ્યું હતું કે જો તેમની માંગણીઓ પૂર્ણ નહીં થાય, તો કમ્પાલામાં તુર્કી દૂતાવાસ બંધ કરવામાં આવશે. તુર્કી ઇચ્છે તો તેના પોતાના ક્ષેત્રમાં યુગાન્ડાનું દૂતાવાસ બંધ કરી શકે છે. તેમણે તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગાનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ એક વર્ષની અંદર ઇસ્તંબુલ જશે, જ્યાં તેમનું હીરોની જેમ સ્વાગત થશે અને તેમની સાથે મુલાકાત કરશે.

જો કે કૈનેરુગાબાની આ માંગણીની ટીકા થઈ છે, પરંતુ આ પહેલી વાર નથી જ્યારે તેમણે આવી વાહિયાત માંગ કરી હોય. તેઓ અગાઉ પણ સોશિયલ મીડિયા પર ઘણી વખત વિચિત્ર અને આક્રમક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે. વર્ષ 2022માં કૈનેરુગાબાએ ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સાથે લગ્ન કરવાના બદલામાં ઇટાલીને 100 ગાયો આપવાની ઓફર કરી હતી.

12

વર્ષ 2022માં જ તેમણે કહ્યું હતું કે યુગાન્ડા માત્ર બે અઠવાડિયામાં કેન્યાની રાજધાની નૈરોબી પર કબજો કરી શકે છે. આ નિવેદન બાદ યુગાન્ડા સરકારને માફી માંગવી પડી હતી, અને તેમને અસ્થાયી રૂપે તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા.

મુહૂઝી કૈનેરુગાબા કોઈ સામાન્ય લશ્કરી અધિકારી નથી. તેઓ યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર છે અને દેશની સેનામાં ખૂબ પ્રભાવશાળી પદ પર છે. તેમને ભવિષ્યમાં રાષ્ટ્રપતિ પદ માટે દાવેદાર પણ માનવામાં આવે છે. જો કે, કૈનેરુગાબાએ તેમના વિવાદાસ્પદ નિવેદનો દ્વારા વારંવાર રાજદ્વારી મુશ્કેલીઓ ઊભી કરી છે. અનેક પ્રસંગોએ તેમણે અન્ય રાષ્ટ્રો અંગે ઉશ્કેરણીજનક ટિપ્પણીઓ કરી છે, જેના કારણે યુગાન્ડાની સરકારને સ્પષ્ટતા જાહેર કરવી પડી છે. ભૂતકાળમાં પણ તેમના નિવેદનોને કારણે દેશની રાજદ્વારી છબી અંગે પ્રશ્નો ઉભા થયા છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!