fbpx

AM/NS Indiaએ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી

Spread the love
AM/NS Indiaએ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી

AM/NS India, હજીરા દ્વારા એપ્રિલ 14, 2026ના રોજ “સુરક્ષિત શાળા, સુરક્ષિત હોસ્પિટલ અને ફાયર સેફ્ટી અંગે જાગૃક્ત સોસાયટી – ટુગેધર ફોર ફાયર પ્રિવેન્શન” થીમ હેઠળ નેશનલ ફાયર સર્વિસ ડેની ઉજવણી કરી હતી. આ પ્રસંગે સમગ્ર અઠવાડિયા દરમિયાન વિવિધ જાગૃતિ અને તાલીમ કાર્યક્રમો યોજાવામાં આવ્યા હતા. જેમાં એપ્રિલ 7,ના રોજ ટેબલટોપ એક્સરસાઇઝમાં જેમાં કુલ 22 વિભાગો જોડાયા હતા, જ્યારે એપ્રિલ 7 થી 9, દરમિયાન યોજાયેલી ઑનલાઇન ક્વિઝમાં 1,085 એન્ટ્રીઓ મળી હતી.

03

આ ઉપરાંત એપ્રિલ 8ના રોજ AMNS ઈન્ટરનેશનલ સ્કૂલના 100થી વધુ વિદ્યાર્થીઓએ અને સ્ટાફે ફાયર ફાઇટીંગ તાલીમ મેળવી હતી.

વધુમાં, એપ્રિલ 9એ AM/NS Indiaની 19 ટીમો દ્વારા ગ્રુપ ફાયર ફાઇટીંગ સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો. એપ્રિલ 10 અને 11ના રોજ કંપનીના કેર નર્સિગ હોમના 41 સભ્યોને તાલીમ આપવામાં આવી અને અંતે એપ્રિલ 14એ હજીરા પ્લાન્ટમાં સ્પોટ ક્વિઝનું આયોજન કરાયું હતું, જેમાં 700 કર્મચારીઓ ભાગ લીધો હતો.

02

કુલ મળીને 2,100થી વધુ લોકો આ કાર્યક્રમોમાં જોડાયા હતા. જે AM/NS Indiaની સ્કૂલ, હોસ્પિટલ અને કાર્યસ્થળે આગથી સુરક્ષા જાગૃતિ ફેલાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

પ્રાંતિજ ખાતે એ.પી.જવેલર્સ સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાનો વિશાળ એક માત્ર શોરૂમ

Leave a Reply

error: Content is protected !!