
વૈભવ સૂર્યવંશી પોતાની આદતથી મજબૂર છે. બીજી નહીં એ જ આદત, જે દરેક ઘરમાં બાળકની કહાની હોય છે. 15 વર્ષીય રાજસ્થાન રોયલ્સના બેટ્સમેને 22 એપ્રિલે એકાના સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સ સામે રમાયેલી મેચ બાદ આ આદત વિશે વાત કરી હતી. વૈભવના મતે, તે અત્યારે પણ કાર્ટૂન જુએ છે; તેને કાર્ટૂન જોવાનું પસંદ છે.
સ્ટાર સ્પોર્ટ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં, વૈભવ સૂર્યવંશીએ કાર્ટૂન જોવાની પોતાની આદત વિશે ખુલાસો કર્યો હતો. તેને પૂછવામાં આવ્યું કે, ‘જે ઉંમરે મોટાભાગના બાળકો કાર્ટૂન જુએ છે, ત્યારે તમે બોલરોને ‘કાર્ટૂન’ બનાવી રહ્યા છો. તમે તેને કેવી રીતે કરી લો છો? તમારા મગજમાં શું ચાલે છે?’ આ પ્રશ્નના જવાબમાં વૈભવ સૂર્યવંશીએ જે કહ્યું કે ખૂબ જ આશ્ચર્યજનક હતું. તેણે કહ્યું કે, તેમના મગજમાં કંઈ ચાલતું નથી. આજે પણ, તે દરેક મેચ પહેલાં કાર્ટૂન જુએ છે. કાર્ટૂન જોવાની આદત છે તો અત્યારે પણ હું કાર્ટૂન જાઉં છું. પરંતુ મારું મુખ્ય ફોકસ મેચ પર જ રહે છે.’

ડાબા હાથના બેટ્સમેન વૈભવ સૂર્યવંશીએ વધુમાં કહ્યું કે, આખી ટીમનું ધ્યાન હવે આગામી મેચ પર છે. જીતના બે પોઈન્ટ લઈશું અને પ્લેઓફમાં પહોંચવા તરફ એક પગલું આગળ વધવાનો પ્રયાસ કરીશું.
કાર્ટૂન પ્રત્યેના પ્રેમ બતાવનારા વૈભવ સૂર્યવંશીનો લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં ખાસ સારું પ્રદર્શન રહ્યું નહોતું. મોહસીન ખાને તેની સામે મેડન ઓવર ફેંકતા તેની વિકેટ લીડહી હતી. તે મેડન ઓવર સાથે વિકેટ લેનારો IPLનો પ્રથમ બોલર બન્યો. મેચમાં, વૈભવ સૂર્યવંશીએ 11 બોલનો સામનો કર્યો પરંતુ તે ફક્ત 8 રન બનાવી શક્યો હતો.

વૈભવ સૂર્યવંશી હાલમાં IPL 2026 માં રાજસ્થાનનો સૌથી સફળ બેટ્સમેન છે. 7 મેચમાં 7 ઇનિંગ્સમાં તેણે કુલ 254 રન બનાવ્યા છે, જેમાં બે અડધી સદીનો સમાવેશ થાય છે. આ આંકડાઓ સાથે તે IPL 2026 માટે ઓરેન્જ કેપ જીતવાની રેસમાં છે.