
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાને આ વખતે રાજકીય પંડિતો અને રાજકીય પક્ષોને આશ્ચર્યચકિત કરી દીધા છે. પ્રથમ તબક્કામાંથી સામે આવેલા મતદાનના આંકડાઓએ અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. 152 બેઠકો પર 92 ટકાથી વધુ મતદાન નોંધાયું છે.
2021 વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં નોંધાયેલા 83.2 ટકા મતદાનની તુલનામાં લગભગ 10 ટકાનો જેટલો વધારો હશે. મતદાનમાં આ વધારો હવે મુખ્ય રાજકીય પ્રશ્ન બની ગયો છે કે શું આ ‘દીદી’ (મમતા બેનર્જી)ના પક્ષમાં ગયું છે, કે પછી તે ‘દિલ્હી’ – એટલે કે ભાજપ માટે તક ઊભી કરી રહ્યું છે?

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં મતદાન પૂર્ણ થયા બાદ, મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એક નિવેદન બહાર પાડીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરનારા દરેક મતદાતા તેમજ તેમના જુસ્સા અને ઉત્સાહને સલામ કરી. તેમણે કહ્યું કે, આ ભારતની સ્વતંત્રતા પછી નોંધાયેલ સૌથી વધુ મતદાન ગ્રાફ છે.
દેશભરમાં યોજાયેલી છેલ્લી 45 વિધાનસભા ચૂંટણીઓમાં, જ્યારે પણ મતદાન ટકાવારી અગાઉની ચૂંટણી કરતા ઓછી રહી અથવા લગભગ સમાન રહી, ત્યારે મોટાભાગના રાજ્યોમાં વર્તમાન સરકારને ફાયદો થયો. ઉદાહરણ તરીકે, મધ્ય પ્રદેશમાં, જ્યારે મતદાન ટકાવારી 75 ટકાથી 76 ટકા થઈ, ત્યારે ભાજપ સરકારે સફળતાપૂર્વક સત્તા જાળવી રાખી. ઉત્તર પ્રદેશમાં, જ્યારે મતદાન 61 ટકાથી ઘટીને 60 ટકા થઈ ગયું, ત્યારે પણ ભાજપ સત્તા હાંસલ કરવામાં સફળ રહી. તેવી જ રીતે ગોવામાં મતદાન 4 ટકા ઘટ્યું, ત્યારે પણ ભાજપ સરકાર સત્તામાં પાછી આવી.

જોકે, આ વલણમાં કેટલાક અપવાદો પણ છે. છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને પંજાબ જેવા રાજ્યોમાં ભલે એક-બે ટકા મતદાન થોડું ઓછું હોય સરકારો બદલાઈ ગઈ. તેમ છતા વ્યાપક સંદર્ભમાં જોવામાં આવે તો, મતદાન પેટર્ન સૂચવે છે કે મતદાનમાં 7 ટકા કે તેથી વધુનો વધારો બે અલગ-અલગ અર્થ છે- અથવા તો મતદારો પૂરી તાકાત સાથે વર્તમાન સરકારને સત્તામાં પાછી લાવવા માંગે છે, અથવા હાલની સરકારને પૂરી તાકાત સાથે સરકારને ઉથલાવી પાડવાનો ઇરાદો ધરાવે છે. આવા મતદાન પેટર્નની હાજરીમાં ચૂંટણી પરિણામો ફસાતા નથી, તેના બદલે સ્પષ્ટ અને નિર્ણાયક લડાઈઓ બની જાય છે.
16 જિલ્લાઓમાં મતદાન ટકાવારી: ક્યાં અને કેટલું?
ગુરુવારે પશ્ચિમ બંગાળના 16 જિલ્લાઓની 152 બેઠકો પર મતદાન થયું; ખાસ કરીને, આમાંથી 12 જિલ્લાઓમાં મતદાન 90 ટકા કે તેથી વધુ રહ્યું. આમાંથી સૌથી વધુ મતદાન દક્ષિણ દિનાજપુરમાં નોંધાયું હતું, જ્યાં 94.4 ટકા મતદારોએ મતદાન કર્યું હતું. સરળ શબ્દોમાં કહીએ તો દક્ષિણ દિનાજપુરમાં, દર 100 નોંધાયેલા મતદારોમાંથી આશરે 95 મતદારોએ મતદાન મથકો પર પોતાના મત નાખવા ગયા. દક્ષિણ દિનાજપુરમાં કુલ 6 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જ્યાં મુસ્લિમ વસ્તી આશરે 25 ટકા છે, જ્યારે હિન્દુ વસ્તી 73.5 ટકા છે. એટલે કે જે બેઠકો પર હિન્દુ મતદારો નિર્ણાયક છે, એ જીલ્લામાં સૌથી વધુ મતદાન થયું છે.
દક્ષિણ દિનાજપુર પછી કૂચ બિહાર જિલ્લામાં 94 ટકા મતદાન નોંધાયું; બીરભૂમમાં 93.2 ટકા મતદાન થયું; જલપાઇગુડીમાં 92.7 ટકા મતદાન થયું; અને મુર્શિદાબાદ જિલ્લામાં લગભગ સમાન 92.7 ટકા મતદાન થયું. મુર્શિદાબાદમાં પશ્ચિમ બંગાળની 22 વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આ જિલ્લામાં હિન્દુઓ લઘુમતી જૂથનો સમાવેશ કરે છે; મુસ્લિમ વસ્તી 65 ટકાથી વધુ છે, જ્યારે હિન્દુ વસ્તી માત્ર 33 ટકા છે. અત્યાર સુધી, મુખ્યમંત્રી મમતા બેનર્જીની TMC આ જિલ્લામાં સૌથી મજબૂત હતી. જોકે, હુમાયુ કબીર હવે પાર્ટી માટે એક પ્રચંડ પડકાર બની ગયા છે.
હુમાયુ કબીર એ જ નેતા છે જે હાલમાં મુર્શિદાબાદમાં બાબરી મસ્જિદ બનાવી રહ્યા છે, અને તેમણે પોતાના સ્વતંત્ર રાજકીય પક્ષના બેનર હેઠળ ચૂંટણી લડી છે. જો હુમાયુ કબીર મુસ્લિમ વોટ બેંકને વિભાજીત કરવામાં સફળ થાય છે, તો મુર્શિદાબાદમાં ઓછામાં ઓછા 13 મતવિસ્તારોમાં ચૂંટણીના સમીકરણ બદલાઈ શકે છે. તેમજ હુમાયુ કબીર અને TMC વચ્ચેના રાજકીય સંઘર્ષ વચ્ચે, ભાજપને આ પ્રદેશમાં વ્યૂહાત્મક ફાયદો મળવાનો અંદાજ છે. મુર્શિદાબાદ પર હુમાયુ કબીર કેટલી અસર નાખી શકે છે તે સમજવા માટે, આ આંકડાઓની પર નજર કરવી જરૂરી છે. હુમાયુ કબીર રેજીનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, જ્યાં 2021માં મતદાન 85.5 ટકા હતું; જોકે આ વખતે, અહીં મતદાન 91.2 ટકા સુધી પહોંચ્યું છે. હુમાયુ જે બીજી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે તેનું નામ નૌદા છે. પાછલી ચૂંટણી દરમિયાન આ બેઠક પર 86.2 ટકા મતદાન થયું હતું, પરંતુ આ વખતે અહીં પણ મતદાન 93 ટકા સુધી પહોંચી ગયું છે. હવે, મુર્શિદાબાદમાં સમગ્ર રાજકીય રમત હુમાયુ મમતા બેનર્જીના મુસ્લિમ વોટબેંકમાં કેટલી હદ સુધી પ્રવેશ કરે છે અને તેનાથી ભાજપને કેટલો ફાયદો થાય છે તેના પર નિર્ભર છે.

પ્રથમ તબક્કાના મતદાનની બીજી એક ખાસ વાત એ છે કે જે મતવિસ્તારોમાં સૌથી વધુ મતદાન થયું છે તેમાં મોટાભાગે મિશ્ર બેઠકો છે એટલે કે આ મતવિસ્તારોમાં મુસ્લિમો અને હિન્દુઓ બંને પોતપોતાની વસ્તીના વિભાગોમાં બહુમતી ધરાવે છે. ઉદાહરણ તરીકે, મુર્શિદાબાદની ભાગબંગોલા બેઠક પર 96.5 ટકા મતદાન થયું હતું; અહીં, મુસ્લિમો વસ્તીના 85 ટકા છે, જ્યારે હિન્દુઓનો ફક્ત 14.2 ટકા છે.
ત્યારબાદ, રઘુનાથગંજમાં 96.3 ટકા મતદાન થયું છે, અને આ બેઠક પણ મુર્શિદાબાદમાં આવે છે, જ્યાં 80 ટકા મતદારો મુસ્લિમો છે. મુર્શિદાબાદની લાલગોલા બેઠક પર 96 ટકા મતદાન થયું; અહીં પણ હિન્દુઓ લઘુમતી છે, જ્યારે મુસ્લિમ વસ્તી 80 ટકાથી વધુ છે. ફરક્કા બેઠક પર 95.7 ટકા મતદાન થયું, જેમાં 67 ટકા મુસ્લિમો અને હિન્દુઓની વસ્તી 32 ટકા છે. જ્યારે, જાંગીપુર બેઠક પર 94.8 ટકા મતદાન થયું હતું, જેમાં 62 ટકા મુસ્લિમો અને 37 ટકા હિન્દુઓ વસતી છે.
જે મતવિસ્તારોમાં હિન્દુઓ બહુમતી ધરાવે છે ત્યાં પણ જોરદાર મતદાન થયું છે; પરંતુ, મુસ્લિમ બહુમતી ધરાવતી બેઠકોની સરખામણીમાં આ હિન્દુ પ્રભુત્વ ધરાવતા મતવિસ્તારોમાં સરેરાશ મતદાન લગભગ 2 થી 2.5 ટકા ઓછું નોંધાયું છે. અને તેમાં જ પ્રથમ તબક્કાના મતદાનનું સમગ્ર પરિણામ છુપાયેલું છે. અહીં એક પ્રશ્ન એ પણ છે કે શું આ પે ઊંચા મતદાનથી ભાજપની ચૂંટણીની સંભાવનાઓ મજબૂત થઈ છે. આ પ્રશ્ન એટલા માટે મહત્ત્વપૂર્ણ બને છે કારણ કે ભાજપે ઐતિહાસિક રીતે આરોપ લગાવ્યો છે કે, TMCના ડરથી મોટી સંખ્યામાં લોકો અગાઉ ભયમુક્ત એટકે કે ડર્યા વિના મતદાન કરતા નહોતા.
પરંતુ, આ વખતે કેન્દ્રીય સુરક્ષા દળોના 240,000 કર્મચારીઓને જે રીતે તૈનાત કરવામાં આવ્યા હતા અને મોટાભાગના મતવિસ્તારોમાં મતદાન શાંતિપૂર્ણ રીતે થયું તે જોતા હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે શું મતદાન કરવા માટે બહાર નીકળેલા મોટી સંખ્યામાં લોકો ખરેખર ભય વિના મતદાન કરી શક્યા અને જો આ ખરેખર આ ભયમુક્ત મતદાન છે, તો શું ભાજપને રાજકીય લાભ મળવાનો છે?
આ વખતે, બંગાળમાં ચૂંટણીની સવાર પાછલી ઘણી ચૂંટણીઓ કરતા અલગ લાગતી હતી. થોડી છૂટાછવાયા અથડામણો સિવાય, હિંસાનો અવાજ લગભગ ગાયબ હતો. બોમ્બ વિસ્ફોટના અવાજો કે બૂથ કેપ્ચરિંગનો ભાય નહોતો. ચૂંટણી પંચે બંગાળને એક કિલ્લેબંધીવાળા ક્ષેત્રમાં પરિવર્તિત કર્યું, અને કેન્દ્રીય દળોના 240,000 કર્મચારીઓએ તે સંભાવ કરી બતાવ્યું જે અગાઉ અશક્ય લાગતું હતું. ભૂતકાળની ચૂંટણીઓમાં મોટા પાયે હિંસા થઈ હતી; છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન 1,300 હિંસક ઘટનાઓ બની હતી અને 17 લોકોના જીવ ગયા હતા. આ વખતે જોકે, આવી ઘટનાઓ મર્યાદિત થઈ, અને ઘણી અથડામણો રોકવામાં આવી.
રાજકીય વર્તુળોમાં ચર્ચાનો સૌથી મહત્ત્વપૂર્ણ વિષય ‘સાઈલેન્ટ વોટરને લઈને છે. નિષ્ણાતો માને છે કે જ્યારે દબાણ અને ભયથી મુક્ત મતદાન થાય છે, ત્યારે સત્તા વિરોધી એટલે કે શાસક સરકાર વિરુદ્ધ લહેર સૌથી વધુ સ્પષ્ટ બને છે. જો બંગાળનો સામાન્ય નાગરિક કોઈપણ ખચકાટ વિના મતદાન કરે છે, તો તે સંકેત આપે છે કે રાજ્યના રાજકીય પરિદૃશ્યમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. જો કે, પ્રશ્ન એ છે: કે, શું આ મોજું ભાજપને વિધાનસભા બહુમતીના જાદુઈ આંકડા સુધી લઈ જશે? આ રહસ્ય ફક્ત 4 મેના રોજ જ ઉકેલાશે.
નોંધનીય છે કે 2021માં, ભાજપ ફક્ત 77 બેઠકો પર સમેટાઇ ગઈ હતી. તે સમયે, હિંસા અને ભયને પરિણામમાં નિર્ણાયક પરિબળો માનવામાં આવ્યા હતા. જો કે, 2026ની ચૂંટણીના પ્રથમ તબક્કાએ ચિત્ર સ્પષ્ટ કર્યું છે કે, બંગાળના લોકોએ પરિવર્તન પસંદ કર્યો છે અથવા એક પ્રચંડ જનાદેશ પસંદગી કર્યો છે. સુરક્ષા દળોની તૈનાતીએ ભાજપને એ સ્તરનું રમતનું મેદાન પૂરું પાડ્યું છે જે તે વર્ષોથી માંગી રહી છે. હવે, ફક્ત એક જ પ્રશ્ન છે કે, શું દીદીનો અદમ્ય કિલ્લો આખરે તૂટી પડવાનો છે, કે પછી ભાજપની આકાંક્ષાઓ ફરી એકવાર સત્તાના દરવાજા પર જ અટકી જશે?
પાછલી ચૂંટણીઓમાં ભાજપે 77 બેઠકો પર વિજય મેળવ્યો હતો, જ્યારે TMCએ 215 બેઠકો જીતી હતી. પરંતુ પાછલા પરિણામોને ઉલટાવી દેવા હોય તો ભાજપને આ વખતે લગભગ 100 વધારાની બેઠકો જીતવી પડશે. આ સંદર્ભમાં ચૂંટણીનો પ્રથમ તબક્કો ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. કારણ કે પ્રથમ તબક્કામાં પશ્ચિમ બંગાળના 16 જિલ્લાઓની 152 બેઠકો પર મતદાન થયું, જ્યાં પાછલી ચૂંટણીમાં ભાજપે 59 અને TMCએ 92 બેઠકો જીતી હતી. જો ભાજપ મોટો અપસેટ સર્જે છે અને આ વખતે 92 બેઠકો મેળવે છે અને TMC 59 બેઠકો જીતે છે તો ભાજપ સંભવિત રીતે 170 બેઠકોના આંકડા સુધી પહોંચી શકે છે. આવું થવા પર પાર્ટીને પ્રથમ તબક્કામાં ઓછામાં ઓછી 92 બેઠકો અને સાથે બીજા તબક્કામાં 141 બેઠકોમાંથી 78 બેઠકો પણ જીતવી પડશે. આ બંને મળીને કુલ આંકડો 170 બેઠકોનો આંકડો થાય છે. જોકે, ભાજપ માટે આ હાંસલ કરવું સરળ કાર્ય નહીં હોય.