fbpx

LIVE: 5 રાજ્યોમાં મત ગણતરી શરૂ, બંગાળમાં રસાકસી અને આસામમાં ભાજપ, તામિલનાડુ સત્તા પરિવર્તન તરફ

Spread the love

LIVE: 5 રાજ્યોમાં મત ગણતરી શરૂ, બંગાળમાં રસાકસી અને આસામમાં ભાજપ, તામિલનાડુ સત્તા પરિવર્તન તરફ

દેશના ચાર રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોનો આજે નિર્ણાયક દિવસ છે. મતોની ગણતરી શરૂ થતાની સાથે જ શરૂઆતી વલણો આવવાના શરૂ થઈ ગયા છે. પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે, જ્યારે અન્ય રાજ્યોમાં પણ સ્થિતિ સ્પષ્ટ થઈ રહી છે.

પશ્ચિમ બંગાળ: મમતાનું ‘ચોગ્ગું’ કે ભાજપનું ‘કમળ’?

પશ્ચિમ બંગાળની કુલ 294 બેઠકોમાંથી આજે 293 બેઠકો પર પરિણામ જાહેર થઈ રહ્યા છે (એક બેઠક પર પુનઃમતદાન બાકી છે). પ્રથમ તબક્કામાં 152 બેઠકો (23 એપ્રિલ) અને બીજા તબક્કામાં 142 બેઠકો (29 એપ્રિલ) પર મતદાન થયું હતું. આઝાદી પછી રાજ્યમાં સૌથી વધુ 92% થી વધુ મતદાન નોંધાયું છે. ભવાનીપુર બેઠક પર મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વિરોધ પક્ષના નેતા શુભેન્દુ અધિકારી વચ્ચે સીધો જંગ છે. શરૂઆતી વલણોમાં બંને પક્ષો 100નો આંકડો વટાવી ચૂક્યા છે. ક્યારેક ભાજપ તો ક્યારેક TMC આગળ નીકળી રહી છે.

અસમ: ભાજપ હેટ્રિકની આશામાં

અસમની તમામ 126 બેઠકો માટે 9 એપ્રિલે મતદાન થયું હતું. મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાના નેતૃત્વમાં ભાજપ જીતની હેટ્રિક લગાવવા માટે આશાવાદી છે. છેલ્લા 10 વર્ષથી સત્તાથી દૂર રહેલી કોંગ્રેસ આ વખતે વાપસી કરવાના પ્રયાસમાં છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક 85% થી વધુ મતદાન થયું છે.

તમિલનાડુ: શું સ્ટાલિન સત્તા જાળવી રાખશે?

રાજ્યની 234 બેઠકો પર 23 એપ્રિલે મતદાન થયું હતું. વર્તમાન મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન (DMK) અને વિપક્ષી ગઠબંધન (AIADMK) વચ્ચે મુખ્ય જંગ છે. જોકે, થલાપતિ વિજયની નવી પાર્ટી TVK એ મુકાબલાને ત્રિકોણીય બનાવ્યો છે. શરૂઆતના પરિણામ તો તામિલનાડુમાં સત્તા પરિવર્તનનો ઈશારો કરી રહ્યા છે. હાલમાં સત્તાધારી DMK પોતાની લીડ જાળવી રાખતી દેખાય છે. અહીં પણ રેકોર્ડ 85.14% મતદાન નોંધાયું છે.

વધુ શોધો

Marketing

Geographic Reference

City & Local Guides

કેરળ અને પુડુચેરી: લેફ્ટ અને NDA વચ્ચે લડાઈ

કેરળમાં 140 બેઠકો માટે 9 એપ્રિલે 78.27% મતદાન થયું હતું. મુખ્યમંત્રી પી. વિજયનના નેતૃત્વ હેઠળની LDF સરકાર સામે UDF મજબૂત પડકાર ફેંકી રહ્યું છે.

કેન્દ્રશાસિત પ્રદેશની 30 બેઠકો પર 9 એપ્રિલે 89.97% મતદાન થયું હતું. અહીં રંગાસ્વામીની આગેવાની હેઠળનું NDA ગઠબંધન સત્તા જાળવી રાખશે કે પરિવર્તન આવશે, તેના પર સૌની નજર છે.

ઈલેક્શન અપડેટ…

9:38:50 AM બંગાળમાં ભાજપ 135 અને TMC 107 સીટ પર આગળ

9:39:35 AM આસામમાં ભાજપ 69 સીટ અને કોંગ્રેસ 19 સીટ પર આગળ

9:39:35 AM તામિલનાડુમાં વિજયની પાર્ટી 82 અને DMK 55 સીટ પર આગળ

9:39:35 AM કેરળમાં કોંગ્રેસ 79 અને LDF 30 સીટ પર આગળ

9:39:35 AM પુડુચેરીમાં ભાજપ 7 અને કોંગ્રેસ 3 સીટ પર આગળ 

10:05:00 AM બંગાળમાં ભાજપ બહુમતને પાર, 150 સીટ પર આગળ, TMC 102 સીટ પર આગળ

10:05:13 AM ભવાનીપુર સીટ પર ફરી મમતા બેનર્જી આગળ

10:22:13 AM ચૂંટણી પંચના 10.15 વાગ્યા સુધીના આંકડા મુજબ ભાજપ 52 અને TMC 28 સીટ પર આગળ

10:27:26 AM તામિલનાડુમાં વિજયનો સપાટો, 103 સીટ પર આગળ, DMK ફક્ત 50 સીટ પર આગળ

10:39:17 AM ચૂંટણી પંચના 10.30 સુધીના આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં 68 પર ભાજપ, 39 પર TMC આગળ

10:39:17 AM ચૂંટણી પંચના 10.30 સુધીના આંકડા મુજબ તામિલનાડુમાં 94 પર વિજય, 61 પર AIADMK અને 37 પર DMK આગળ

10:39:17 AM ચૂંટણી પંચના 10.30 સુધીના આંકડા મુજબ આસામમાં 74 પર ભાજપ અને 24 પર કોંગ્રેસ આગળ

10:39:17 AM ચૂંટણી પંચના 10.30 સુધીના આંકડા મુજબ કેરળમાં 58 પર કોંગ્રેસ 30 પર CPI(M) આગળ

10:39:17 AM ચૂંટણી પંચના 10.30 સુધીના આંકડા મુજબ  પુડુચેરીમાં 7 પર AINRC, 3 પર કોંગ્રેસ અને 2 પર BJP આગળ

10:59:38 AM બંગાળમાં ભાજપને પૂર્ણ બહુમત મળશેઃ સુવેન્દુ અધિકારી

11:09:34 AM કોંગ્રેસ કેરળમાં બહુમતને પાર કરતા શશિ થરૂરે કહ્યું- જનતાએ અમારો સંદેશ સ્વીકાર કર્યો

11:28:13 AM તામિલનાડુના CM એમકે સ્ટાલીન કોલાથુર સીટ પર 4011 મતોથી પાછળ ચાલી રહ્યા છે, વિજયની પાર્ટીના ઉમેદવાર આગળ

11:38:09 AM કેરળના CM પિનારાઈ વિજયન ધર્માદમ સીટ પર પાછળ, કોંગ્રેસના ઉમેદવાર 647 મતથી આગળ, કેરળમાં કોંગ્રેસ બહુમત પાર

11:56:43 AM બંગાળમાં ભાજપ 182 સીટ પર આગળ, TMC 103 સીટ પર આગળ

11:56:54 AM પશ્ચિમ બંગાળમાં આજે વિજય ઉજવણીની મંજૂરી નહીં આપવામાં આવે, અમારી કોશિશ છે શાંતિ બની રહે, પહેલીવાર એવું થયું છે કે મતગણતરી દરમિયાન કોઈ હિંસાની ઘટના નથી બનીઃ ચૂંટણી પંચ

12:02:39 PM 5 રાઉન્ડની ગણતરી બાદ મમતા બેનર્જી ભવાનીપુર સીટથી 16 હજાર મતોથી આગળ

12:32:29 PM ચૂંટણી પંચના 12.30 સુધીના આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં 174 પર ભાજપ, 94 પર TMC આગળ

12:32:29 PM ચૂંટણી પંચના 12.30 સુધીના આંકડા મુજબ તામિલનાડુમાં 105 પર વિજય, 63 પર AIADMK અને 45 પર DMK આગળ

12:32:29 PM ચૂંટણી પંચના 12.30 સુધીના આંકડા મુજબ આસામમાં 80 પર ભાજપ અને 23 પર કોંગ્રેસ આગળ

12:32:29 PM ચૂંટણી પંચના 12.30 સુધીના આંકડા મુજબ કેરળમાં 58 પર કોંગ્રેસ, 29 પર CPI(M) આગળ

12:32:29 PM ચૂંટણી પંચના 12.30 સુધીના આંકડા મુજબ  પુડુચેરીમાં 8 પર AINRC, 1 પર કોંગ્રેસ અને 2 પર BJP આગળ

1:05:06 PM મમતા બેનર્જીએ પોતાની પાર્ટીના એજન્ટને કહ્યું- કોઈપણ હાલતમાં મત ગણતરી કેન્દ્ર ન છોડતા, હજુ 13% મતની જ ગણતરી થઈ છે

1:32:09 PM મમતા બેનર્જીનો આરોપ, જાણી જોઈને કાઉન્ટિંગ ધીમું કરી દેવાયું છે, ઘણી જગ્યાએ મત ગણતરી રોકી દેવાઈ છે

Leave a Reply

error: Content is protected !!