
અમેઝોનના માલિક અને દુનિયાના ત્રીજા નંબરના સૌથી ધનિક જોફ બેઝોસ અને તેમના પત્ની લોરેન સાંચેજે ફેશનની દુનિયાં પ્રદુષણ મૂક્ત કપડા બનાવવાના અભિયનના માટે 2322 કરોડ રૂપિયા દાનમાં આપવાની જાહેરાત કરી. આને કારણે એવું માનવામાં આવી રહ્યું છે કે સિન્થેટીક કાપડ અને પેટ્રોલિયમ ઉત્પાદીત આધારિત કપડાની નિર્ભરતા ઘટશે.
જોફ બેઝોસ અને તેમના પત્ની 5 યુનિવર્સિટીના આ દાનની રકમ આપશે જેઓ કપડાન પારપારિંક પધ્ધિતને બદલે પર્યાવરણ બચાવવાની પધ્ધિત પર રિસર્ચ કરી રહ્યા છે.
આને કારણે સુરતને ફટકો પડી શકે, કારણકે સુરત સિન્થેટીક કાપડમાં દુનિયામાં નંબર વન છે અને વર્ષે દિવસે 1 લાખ કરોડનો બિઝનેસ કરે છે.
જો કે ટેક્સટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે કે, મોટો ફેર નહીં પડે કારણકે સિન્થેટીક કાપડ ટકાઉ અને નાના, મધ્યમ વર્ગ અને ઉપલા વર્ગ બધાના માટે કપડા બનાવે છે.