fbpx

પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

Spread the love

પંચમહાલમાં શિક્ષણ વિભાગમાં 2.79 કરોડનું કૌભાંડ, કાગળ પર ખરીદી બતાવી ખોટા બિલો મૂકી રૂપિયા ઉપાડી લીધા

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. ગોધરા પોલીસ-બી ડિવિઝનમાં નોંધાયેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, પંચમહાલ જિલ્લા પ્રાથમિક ભાગમાં 11 મહિનાના કોન્ટ્રાકટ પર રહેલા 2 કર્મચારીઓએ ખરીદી માત્ર કાગળ પર બતાવી અને બોગસ બિલો રજૂ કરીને સરકાર પાસેથી 2.79 કરોડ રૂપિયાની રકમ ગજવામાં સરકાવી દીધી છે. પૂંજન જોશી અને નીતિન પટેલ નામના બે કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઉપરાંત 4 એજન્સીઓ જે. એસ. કમ્પ્યુટર, શ્રીરામ એન્ટરપ્રાઇઝ, વેદિકા એન્ટરપ્રાઇઝ અને અક્ષિકા સેફ્ટી સામે પણ ફરિયાદ નોંધાઇ છે.

આ લોકોએ કમ્પ્યુટર, લેપટોપ, સ્માર્ટ કલાસ બોર્ડ, ફાયર સેફ્ટી વગેરે માટે કાગળ પર માત્ર ખરીદી બતાવીને સરકાર પાસેથી રૂપિયા મેળવી લીધા હતા.

error: Content is protected !!