fbpx

કોર્ટમાં અમદાવાદ હિન્દુ-મુસ્લિમ યુવક યુવતી લગ્નની નોંધણી કરાવી રહ્યાના સમાચાર મળતા VHPના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા, લગ્નની નોંધણી મોકૂફ

Spread the love

કોર્ટમાં અમદાવાદ હિન્દુ-મુસ્લિમ યુવક યુવતી લગ્નની નોંધણી કરાવી રહ્યાના સમાચાર મળતા VHPના કાર્યકરો વિરોધ કરવા પહોંચ્યા, લગ્નની નોંધણી મોકૂફ

માર્ચમાં ગુજરાત હાઈકોર્ટે સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત લઘુમતી યુવક અને હિન્દુ યુવતીના લગ્ન કરવા અને યુવતીના નામે 03 લાખ રૂપિયા મુકવા હુકમ કર્યો હતો. આ આદેશને પગલે આજે આ યુવક-યુવતી અમદાવાદની ઘી કાંટા કોર્ટ ખાતે લગ્ન રજિસ્ટ્રેશન કરવા પહોંચ્યા હોવાની માહિતી મળતા જ VHPના કાર્યકરો કોર્ટ પહોંચ્યા હતા. જેને કારણે કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ત્યારબાદ લગ્નની નોંધણીની મુદત મોકૂફ રાખવામાં આવી છે. હવે નવી તારીખ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, હિન્દુ યુવતી 2 મહિનાથી નારી સંરક્ષણ ગૃહમાં છે.

દિવ્યભાસ્કરના અહેવાલ મુજબ VHP કાર્યકરોએ કોર્ટ પહોંચીને ‘જયશ્રી રામ’ના નારા લગાવ્યા હતા. તેમજ લગ્ન કરવા માટે હાઇકોર્ટનો આદેશ હોવાથી શાંતિપૂર્ણ રીતે પોતાનો વિરોધ નોંધાવતા જોવા મળ્યા હતા. જો કે બપોરે લગ્ન નોંધણી મોકૂફ રાખવાનો નિર્ણય આવતા VHPના કાર્યકરો પણ રવાના થઈ ગયા હતા.

આ અંગે દરિયાપુર VHPના પ્રખંડ મંત્રી હર્ષ શાહે જણાવ્યું કે, મધ્યરાત્રિએ અમારા જિલ્લા મંત્રી ઉપર એક ફોન આવ્યો કે જિલ્લા રજિસ્ટ્રારની કચેરીમાં આજે સવારે એક હિન્દુ દીકરી અને એક વિધર્મી દીકરો લગ્ન કરવાના છે. આ માહિતી મળતા જ્યારે અમે અહીં આવીને જોયું તો બે PSIથી વધારે અને બે ડિવિઝનની પોલીસ પણ 100થી વધારે પોલીસનો કાફલો અહીં ઉતારી દેવામાં આવ્યો છે અને આવું અહીં વારંવાર થતું રહે છે. ક્યાં સુધી VHP અને બજરંગ દળના કાર્યકર્તાઓ પોતાની જાતને આ રીતે ઘસતા રહેશે? કારણ કે અમે સૌ છેલ્લા એક વર્ષમાં 150થી વધારે હિન્દુ દીકરીઓને અમે પરત લઈને આવ્યા છીએ અને આ અઠવાડિયામાં આ ત્રીજો કેસ છે. ગઈકાલે પણ અમે એક 16 વર્ષની દીકરીને બચાવી છે, એના આગલા દિવસે પણ અમે એક 14 વર્ષની દીકરીને બચાવી છે અને તેવી VHP અને બજરંગ દળ દ્વારા પોલીસમાં રજૂઆત કરવામાં આવી હતી કે POCSO એક્ટ હેઠળ જે આરોપી હતો, તેને સજા મળે અને POCSO હેઠળ અમે એને સજા પણ અપાવી છે.

ahmedabad

અસારવાના VHP અધ્યક્ષ શ્રેયાંશ શાહે જણાવ્યું હતું કે, આ અંગે અમે રજિસ્ટ્રારને મળીને રજૂઆત કરી હતી, ત્યારે અમને માહિતી મળી કે વિવાદાસ્પદ રજિસ્ટ્રાર સૈયદ જાણી જોઈને રજા ઉપર ઉતરી ગયા છે. એટલે જે ચાર્જમાં અધિકારી હતા તેમને રજૂઆત કરી કે ભાઈ તમે તો ચાર્જમાં છો તો તમે શું કરવા માથે લો છો? એટલે એમણે અમારી માંગણીને માન્ય રાખી અને તેમણે રજિસ્ટ્રેશન હાલ પૂરતું મોકૂફ રાખ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘આગળ હવે એ લોકો નવી તારીખ લેશે, ત્યારે અમે પણ કાયદાકીય સલાહ લઈ અને કાયદાકીય રીતે અમે આગળ વધીશું. અમને ખબર નહોતી કે હાઈકોર્ટનો ઓર્ડર હતો. અહીં આવ્યા પછી માહિતી મળી કે હાઈકોર્ટનો ઓર્ડર હતો, આટલે અમે કોઈ આંદોલન ના કર્યું અને ગાંધી ચીંધ્યા માર્ગે અમે શાંતિથી બેસી રહ્યા હતા.

આ કેસને લઈ માર્ચમાં ગુજરાત હાઈકોર્ટે આ આંતરધર્મિય લિવ-ઈન કપલને સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ તેમના લગ્નની નોંધણી કરાવવા નિર્દેશ આપી સાથે જ પુરુષને ભવિષ્યમાં જો તેઓ અલગ થાય તો સ્ત્રીની સુરક્ષા માટે તેના પક્ષમાં 3 લાખ રૂપિયા જમા કરાવવાનો આદેશ આપ્યો હતો. આ મામલે હવે 8 મે, 2026ના રોજ વધુ સુનાવણી યોજાશે.

Gujarat-HC1

મહેસાણા જિલ્લામાં અલગ-અલગ ધર્મના 22 વર્ષીય યુવક અને 21 વર્ષીય યુવતી સાથે રહેતા હતા. તેમને અલગ કરવામાં આવ્યા હતા અને યુવતીને બનાસકાંઠાના પાલનપુર સ્થિત મહિલા સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવી હતી. યુવકે આ બળજબરીપૂર્વકના અલગાવ વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. યુવકે તેની પાર્ટનરની કસ્ટડી માંગી હતી અને કોર્ટને જણાવ્યું હતું કે તેઓ લગ્ન કરવા ઈચ્છે છે.

હાઈકોર્ટે યુવતીને તેની ઈચ્છા જાણવા માટે બોલાવી હતી. હાઈકોર્ટે ભવિષ્યમાં કોઈ કમનસીબ પરિસ્થિતિ ઊભી થાય તો યુવતીની આર્થિક સુરક્ષા જોખમમાં હોવાની ચિંતા વ્યક્ત કર્યા બાદ યુવકને 03 લાખ રૂપિયા જમા કરાવવાની તૈયારી દર્શાવતું સોગંદનામું ફાઇલ કરવા જણાવ્યું હતું.

તેણે કહ્યું કે તે સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ લગ્ન કરવા અને તે માટેની તમામ કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરવા તૈયાર છે. તેણે એવી પણ બાહેંધરી આપી હતી કે તે તેની ક્ષમતા અને સાધનો મુજબ તેના ભરણપોષણ, રહેઠાણ અને જીવનની તમામ જરૂરિયાતો પૂરી પાડશે. તે યુવતી સાથે ગરિમા અને સન્માન સાથે વર્તશે અને તમામ બાબતોમાં તેની સુખાકારી સુનિશ્ચિત કરશે.

હાઈકોર્ટે યુવકને રાષ્ટ્રીયકૃત બેંકમાં પૈસા જમા કરાવવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ યુવતીનું બેંક ખાતું ન હોવાથી હાઈકોર્ટે રજિસ્ટ્રીને તેના નામે ખાતું ખોલવા અને ફિક્સ્ડ ડિપોઝિટ (FD)નું વ્યાજ સમયાંતરે તેના ખાતામાં જમા કરવા નિર્દેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે સ્પષ્ટ છે કે જો ભવિષ્યમાં આ કપલ અલગ થાય, તો 03 લાખ રૂપિયાની પૂરેપૂરી રકમ તેની આર્થિક સુરક્ષા માટે તેને સોંપી દેવામાં આવશે. યુવતીને અમદાવાદના નારી સંરક્ષણ ગૃહમાં રહેવાનું ચાલુ રાખવા નિર્દેશ આપ્યો હતો.

તેને લગ્નની નોંધણીની વિધિઓ પૂરી કરવા માટે અરજદાર યુવક સાથે જવાની મંજૂરી આપવામાં આવી હતી. કોર્ટે સંબંધિત સત્તાધિકારીઓને તેને જન્મનું પ્રમાણપત્ર અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પૂરા પાડવા માટે પણ નિર્દેશ આપ્યો હતો.

Leave a Reply

error: Content is protected !!