fbpx

એક જ છોકરી નવ વાર દુલ્હન બની, દરેક લગ્ન પછી તેની વાર્તા બદલાતી રહેતી

Spread the love

એક જ છોકરી નવ વાર દુલ્હન બની, દરેક લગ્ન પછી તેની વાર્તા બદલાતી રહેતી

મહારાષ્ટ્રના બીડ જિલ્લામાંથી બહાર આવેલી આ ઘટના અનોખી અને આઘાતજનક છે. એક જ છોકરીનું વારંવાર દુલ્હન બનવું હવે ચર્ચાનો વિષય બની ગયું છે. અહેવાલો અનુસાર, આ યુવતી 9 વાર લગ્ન કરી ચૂકી છે, અને દરેક વખતે થોડા દિવસોમાં જ તે તેના સાસરિયાના ઘરેથી ગાયબ થઈ જતી હતી. દરેક લગ્ન વખતે એક નવી ઓળખ ઉભી થતી, નવી વાર્તા બનાવવામાં આવતી અને એક નવો પરિવાર લઈને બહાર આવતી. બહારથી બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા દિવસોમાં જ આખું ચિત્ર જ બદલાઈ જતું.

One Bride-Nine Grooms

આ સમગ્ર કેસમાં તાજેતરનો ખુલાસો બીડ જિલ્લાના ગેવરાઈ તાલુકાના ઉમાપુર ગામમાંથી થયો છે. આ ગામના રહેવાસી યોગેશ શિંદેના લગ્ન એક યુવતી સાથે થયા હતા. કેટલાક એજન્ટો દ્વારા આ લગ્ન ગોઠવવામાં આવ્યા હતા. યોગેશને કહેવામાં આવ્યું હતું કે, છોકરી ગરીબ પરિવારની છે અને તેને લગ્ન માટે આર્થિક સહાયની જરૂર છે. તેના આધારે, તેની પાસેથી લાખો રૂપિયા લેવામાં આવ્યા હતા. લગ્ન તમામ રીતિ રિવાજો સાથે કરવામાં આવ્યા હતા અને શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. પરંતુ થોડા દિવસો પછી, દુલ્હન અચાનક ગાયબ થઈ ગઈ.

Bhojarajan M

જ્યારે યોગેશે આ ઘટના વિશે માહિતી એકત્રિત કરવાનું શરૂ કર્યું, ત્યારે જે સત્ય બહાર આવ્યું તે બધાને ચોંકાવી ગયું. એવું બહાર આવ્યું કે, જે યુવતી સાથે તેણે લગ્ન કર્યા હતા તેના 8 વખત લગ્ન થઇ ચુક્યા હતા. દરેક વખતે, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ નામ અને અલગ ઓળખાણથી તેના લગ્ન કરાવવામાં આવતા હતા. થોડા દિવસો સુધી તેના સાસરિયાના ઘરે રહ્યા પછી, તે પૈસા અને દાગીના લઈને ગાયબ થઈ જતી હતી. આ જ પદ્ધતિ દરેક વખતે ચાલુ રહી. આ સમગ્ર કેસમાં એજન્ટોની ભૂમિકા પણ બહાર આવી છે. આ એજન્ટો ગામડે ગામડે જઈને એવા યુવાનોને શોધતા હતા જેમના લગ્ન કોઈ કારણોસર થતા ન હતા. પછી તેઓ તેમને છોકરીઓ બતાવતા અને લગ્નની બાંહેધરી આપતા. છોકરીના પરિવારની આર્થિક પરિસ્થિતિનો ઉલ્લેખ કરીને, તેઓ પૈસાની માંગ કરતા. લગ્ન નક્કી થયા પછી, પૈસા લઈ લેવામાં આવતા, અને કોઈને શંકા ન જાય તે માટે તમામ રીતિ રિવાજ મુજબ લગ્ન કરાવવામાં આવતા હતા.

One Bride-Nine Grooms

આ ગેંગ બીડ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં લગ્ન માટે યોગ્ય જીવનસાથી ન મળવાના કારણોનો લાભ ઉઠાવી રહી હતી. એજન્ટો લગ્ન ન થતા હોવાને કારણે પરેશાન પરિવારોનો સંપર્ક કરે છે. પછી તેમને ખાતરી આપવામાં આવે છે કે, લગ્ન એકદમ સરળતાથી થઇ જશે, પણ તેમાં થોડો ખર્ચો કરવો પડશે. આ જ ખાતરી પાછળથી છેતરપિંડીનું કારણ બને છે.

Bhojarajan M

આ ઘટના પછી, ચકલાંબા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે તપાસ શરૂ કરી છે અને સમગ્ર નેટવર્કનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કરી રહી છે. અધિકારીઓ કહે છે કે, આ કદાચ કોઈ એકનું કામ નથી, પરંતુ એક સંગઠિત ગેંગ કામ કરતી હોવી જોઈએ. પોલીસ હવે તપાસ કરી રહી છે કે, અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા કેટલા લોકો ભોગ બન્યા છે. મોબાઇલ રેકોર્ડ, બેંક વ્યવહારો અને સ્થાનિક સંપર્કો દ્વારા આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવનારા દિવસોમાં આ કેસ સંબંધિત વધુ ખુલાસા બહાર આવે તેવી શક્યતા છે. આ ઘટના પછી, આ મામલો સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક જ યુવતી 9 વખત દુલ્હન બની છે તે હકીકતે લોકોને ચોંકાવી દીધા છે. ગામડાંઓમાં લોકો હવે લગ્ન સંબંધો કરતા પહેલા વધુ સાવધાની રાખી રહ્યા છે.

Leave a Reply

error: Content is protected !!