fbpx

જેલર ફિરોઝા ખાતૂને પૂર્વ કેદી સાથે હિન્દુ વિધિથી કરી લીધા લગ્ન, બજરંગ દળે કર્યું કન્યાદાન

Spread the love

જેલર ફિરોઝા ખાતૂને પૂર્વ કેદી સાથે હિન્દુ વિધિથી કરી લીધા લગ્ન, બજરંગ દળે કર્યું કન્યાદાન

મધ્યપ્રદેશની સતના જેલમાં ફરજ બજાવતી એક સહાયક જેલર વોરંટ બજાવતી વખતે આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી સાથે પ્રેમમાં પડી ગઈ. પ્રેમ એટલો ગાઢ હતો કે, સહાયક જેલર ફિરોઝા ખાતૂન તેના પ્રેમી કેદીને મેળવવા માટે ધર્મની તમામ દીવાલો તોડી નાંખી. તેના પરિવારના વિરોધ છતાં, તેણે ભૂતપૂર્વ કેદી ધર્મેન્દ્ર સિંહ સાથે હિન્દુ વિધિ મુજબ લગ્ન કર્યા. બજરંગ દળના સભ્યોએ ફિરોઝા ખાતૂનનું કન્યાદાન કર્યું.

Jailer-Prisoner-Marriage

હકીકતમાં, સેન્ટ્રલ જેલ સતનામાં સહાયક જેલ અધિક્ષક તરીકે તૈનાત મુસ્લિમ મહિલા અધિકારી ફિરોઝા ખાતૂન ફરજ પર હતા ત્યારે ધર્મેન્દ્રની સાથે મુલાકાત થઇ હતી. મહિલા અધિકારી જેલમાં વોરંટ ઇન્ચાર્જ હતી, જ્યારે સજા ભોગવી રહેલો યુવક વોરંટનું કામ કરતો હતો. તેઓ પહેલા મિત્ર બન્યા, પછી પ્રેમમાં પડ્યા. બંનેએ પરિવાર અને સમાજની અવગણના કરી, તેમણે હિન્દુ વિધિ મુજબ લગ્ન કરવાનું નક્કી કર્યું. લગ્ન વૈદિક મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા હતા.

વધુ શોધો

Geographic Reference

Maps

City & Local Guides

ધર્મેન્દ્ર સિંહ મૂળ છતરપુર જિલ્લાનો છે. 2007માં તેને હત્યાના આરોપમાં જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. 4 વર્ષ પહેલા સજા પૂરી થયા પછી તેને મુક્ત કરવામાં આવ્યો હતો. આ પછી પણ, તે સહાયક જેલર ફિરોઝા ખાતૂન સાથે પ્રેમમાં રહ્યો. ધાર્મિક મતભેદોને કારણે ફિરોઝાનો પરિવાર લગ્નને મંજૂરી આપવા માટે તૈયાર નહોતો. ધર્મેન્દ્ર સિંહ હિન્દુ છે અને ફિરોઝા ખાતૂન મુસ્લિમ છે. આ સંબંધ સરળ નહોતો.

Jailer-Prisoner-Marriage1

ધર્મેન્દ્ર સિંહ છતરપુર જિલ્લાના ચાંદલાનો રહેવાસી છે. 2007માં ચાંદલા મ્યુનિસિપલ કાઉન્સિલર કૃષ્ણદત્ત દીક્ષિતની હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બદલ ધર્મેન્દ્ર સિંહને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. સતના સેન્ટ્રલ જેલમાં હતો ત્યારે તે સહાયક જેલર સાથે પ્રેમમાં પડ્યો. હવે, બંનેએ હિન્દુ રીતરિવાજો અનુસાર લગ્ન કર્યા છે.

ફિરોઝાએ તેના પરિવારના વિરોધ છતાં ધર્મેન્દ્ર સિંહ સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ દંપતીએ 5 મેના રોજ છત્તરપુર જિલ્લાના લવકુશનગરમાં ધર્મેન્દ્રના પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા. લગ્ન હિન્દુ રીતરિવાજો અનુસાર કરવામાં આવ્યા હતા. દુલ્હન તરીકે ફિરોઝા ખાતૂન ખૂબ જ સુંદર દેખાતી હતી. લગ્નના ફોટા હવે સામે આવ્યા છે અને તેની વ્યાપક ચર્ચા થઇ રહી છે.

Jailer-Prisoner-Marriage2

હિન્દુ રીતરિવાજ મુજબ, કન્યાદાન વિધિ લગ્નમાં સૌથી મહત્વપૂર્ણ વિધિ છે. કન્યાના પિતા આ વિધિ કરે છે. ફિરોઝા ખાતૂનના પરિવારમાંથી કોઈ હાજર નહોતું. તેથી, વિશ્વ હિન્દુ પરિષદના સતના જિલ્લા ઉપાધ્યક્ષ રાજ બહાદુર મિશ્રાએ તેમની પત્ની સાથે વિધિ કરી. બજરંગ દળના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, જેલની દિવાલોની અંદર કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જવાબદાર અધિકારીએ સંદેશ આપ્યો કે, પ્રેમ અને માનવતાનો કોઈ ધર્મ નથી. લગ્નના સમાચાર મળતાની સાથે જ સતના સેન્ટ્રલ જેલમાં તે ચર્ચાનો વિષય બની ગયો. કેદીઓથી લઈને અધિકારીઓ સુધી બધાએ આ દંપતીને અભિનંદન આપ્યા. મુસ્લિમ અધિકારીએ ફરજ પર જેટલી પ્રામાણિકતા દાખવી હતી, પોતાના અંગત જીવનમાં પણ એટલી જ હિંમત બતાવી હતી.

Leave a Reply

error: Content is protected !!