fbpx

પ્રાંતિજ ઓરાણ નજીક સર્વિસ રોડ પર રિકવરી વાનની ટક્કર, બે ઇજાગ્રસ્ત

Spread the love

પ્રાંતિજ ઓરાણ નજીક સર્વિસ રોડ પર રિકવરી વાનની ટક્કર, બે ઇજાગ્રસ્ત
– પોલીસે ગુનોનોંધી તપાસ હાથ ધરી
           


સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના ઓરાણ ગામ નજીક હાઇવે સર્વિસ રોડ પર બેદરકારીપૂર્વક હંકાવાયેલી રિકવરી વાનની ટક્કરથી બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયાની ઘટના સામે આવી છે આ મામલે પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે


 

 પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપર થી મળતી માહિતી મુજબ  તા. ૨૯ એપ્રિલ ૨૦૨૬ના રોજ બપોરે અંદાજે ૨ વાગ્યાના સમયે ઓરાણ ગામની સીમમાં ટોલટેક્સ નજીક હાઇવે પરથી ઓરાણ જતાં સર્વિસ રોડ ઉપર રિકવરી વાન નં. RJ.51.EA.0142ના ચાલકે બેદરકારી અને ગફલતભરી રીતે વાહન હંકારી મોટરસાયકલને સાઇડમાંથી ટક્કર મારી હતીઆ અકસ્માતમાં ફરિયાદી જયપાલસિંહ મનુસિંહ મકવાણાને પગના ભાગે સામાન્ય ઇજા પહોંચી હતી, જ્યારે તેમના પિતા મનુસિંહ મકવાણાને પગમાં ફ્રેક્ચર સહિત ગંભીર ઇજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તો જયપાલસિંહ મનુસિંહ મકવાણા ની ફરીયાદ ને લઈ પોલીસે ગુનોનોંધી આગળ ની તપાસ હાથ ધરી હતી

જીલ રાવલ સાબરકાંઠા

Leave a Reply

error: Content is protected !!