તલોદ-હિંમતનગર રોડ પર ગમખ્વાર અકસ્માત : બાઈક સવાર બે યુવકોના મોત
પ્રાંતિજ ના નનાનપુર પાસે અકસ્માત મા બે ના મોત
કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર
સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામ નજીક તલોદ-હિંમતનગર રોડ પર શુક્રવારે વહેલી સવારે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો બેદરકારીપૂર્વક અને વધુ ઝડપે દોડતી મારુતિ સ્વિફ્ટ કાર નં. GJ-02-DM-7438 ના ચાલકે સામેથી આવતી હીરો સ્પ્લેન્ડર બાઈક નં. GJ-09-DM-7574 ને જોરદાર ટક્કર મારી હતી
અકસ્માત એટલો ભયાનક હતો કે બાઈક ચાલક વનરાજસિંહ સમરસિંહ મકવાણા તેમજ પાછળ બેઠેલા લાલુસિંહ પરબતસિંહ મકવાણા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા બંનેને જમણા હાથ-પગ સહિત શરીરના વિવિધ ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતા તો અકસ્માત બાદ કાર ચાલક પોતાની કાર ઘટનાસ્થળે મૂકી ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતાં પ્રાંતિજ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી ફરિયાદી રાકેશકુમાર જસવંતસિંહ મકવાણા દ્વારા આપવામાં આવેલી ફરિયાદના આધારે પ્રાંતિજ પોલીસે આઇપીસીકલમ 281, 106(1) તેમજ મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 અને 134(બી) હેઠળ ગુનો નોંધી પોલીસે ફરાર કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે
જીલ રાવલ સાબરકાંઠા